West Bengal Election 2021: અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા, વિધાનસભા ચૂંટણીમાં ભજવશે ભૂમિકા
West Bengal Election 2021 : મોહન ભાગવત સાથેની મુલાકાતના થોડાક જ દિવસોમાં મિથુનદાનું ભાજપમાં જોડાવું ઘણું જ સૂચક માનવામાં આવી રહ્યું છે.
West Bengal Election 2021 : બોલીવુડના ખ્યાતનામ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun chakraborty) ભાજપમાં જોડાયા છે. બંગાળમાં મિથુન ચક્રવર્તી ગુરુ તરીકે ઓળખાય છે. તેઓ મમતા બેનર્જી સામે ભાજપનું મોટું શસ્ત્ર સાબિત થઈ શકે છે.
કાર્યકરોએ મિથુનદાનું ભવ્ય સ્વાગત કર્યું પશ્વિમ બંગાળના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પહોંચ્યા. તે રવિવારે બપોરે ધોતી અને પંજાબી પહેરીને કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં જનસભામાં હાજર રહ્યા હતા. કૈલાસ વિજયવર્ગીયની સાથે મિથુન ચક્રવર્તી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે એ મચ પર પહોચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે તેમને ભાજપનો ધ્વજ આપ્યો અને તેમને ભાજપમાં શામેલ કર્યા. તેમણે ભાજપના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. મિથુનદાનું ભાજપ કાર્યકરોએ નારા લગાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.
મુખ્યપ્રધાનપદનો ચહેરો હોઈ શકે છે મિથુન મિથુન ચર્ક્વર્તી ભાજપમાં જોડાતા હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મિથુન ચક્રવર્તી પશ્ચિમ બંગાળમાં ભાજપનો મુખ્યપ્રધાનપદનો ચહેરો બની શકે છે. ભાજપે હજુ સુધી બંગાળમાં સીએમ પદના ચહેરાની જાહેરાત કરી નથી. વડાપ્રધાન મોદીની બ્રિગેડ સભામાં ભાગ લેવા માટે મિથુન ચક્રવર્તી શનિવારે રાત્રે કલકત્તા પહોચ્યા હતા.
મોહન ભાગવત સાથે કરી હતી મુલકાત તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી હતી. આ બંને મહાનુભવોની મુલાકાત પછી મિથુનદાના રાજકારણમાં પ્રવેશ સહીતની અનેક અટકળો લગાવવામાં આવી હતી. મોહન ભાગવત સાથેની મુલાકાતના થોડાક જ દિવસોમાં મિથુનદાનું ભાજપમાં જોડાવું ઘણું જ સૂચક માનવામાં આવી રહ્યું છે.