મમતા બેનર્જીના મંત્રીના 6 સ્થળો પર CBIના દરોડા, કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોએ ઘરને ઘેરી લીધું

CBI કોલકાતા અને આસનસોલ સહિત લગભગ છ સ્થળોએ દરોડા પાડી રહી છે, જેમાં મલય ઘટકના ભાઈ અભિજિત ઘટકના સ્થળોનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તપાસના સંદર્ભમાં મલય ઘટકની પણ પૂછપરછ કરી છે.

મમતા બેનર્જીના મંત્રીના 6 સ્થળો પર CBIના દરોડા, કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોએ ઘરને ઘેરી લીધું
Mamata Banerjee
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 12:25 PM

પશ્ચિમ બંગાળમાં (West Bengal) સીબીઆઈએ મમતા (Mamata Banerjee) સરકારમાં કાયદા મંત્રી મલય ઘટકના છ સ્થળો પર દરોડા પાડ્યા છે. કોલસા કૌભાંડમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. માહિતી મળી રહી છે કે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોએ મલય ઘટકના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે. CBI કોલકાતા અને આસનસોલ સહિત લગભગ છ સ્થળોએ દરોડા પાડી રહી છે, જેમાં મલય ઘટકના ભાઈ અભિજિત ઘટકના સ્થળોનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તપાસના સંદર્ભમાં મલય ઘટકની પણ પૂછપરછ કરી છે. મલય ઘટક આસનસોલ ઉત્તર સીટથી ધારાસભ્ય છે.

બંને તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કોલસા કૌભાંડમાં ઘટકની કોઈ ભૂમિકા હતી કે કેમ. ઈડી આ કેસમાં મની લોન્ડરિંગ અને સીબીઆઈ ગુનાહિત પાસાની તપાસ કરી રહી છે. એવો આરોપ છે કે આસનસોલ નજીક કુનુસ્તોરિયા અને કજોરા વિસ્તારમાં ઈસ્ટર્ન કોલફિલ્ડની લીઝ પર આપવામાં આવેલી ખાણોમાંથી ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરવામાં આવ્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોલસાની દાણચોરી કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે

સીબીઆઈ અને ઈડી બંને એજન્સીઓ પશ્ચિમ બંગાળમાં કોલસાની દાણચોરીના કેસની તપાસ કરી રહી છે. ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ બંગાળના પશ્ચિમ ભાગોમાં ઘણી ખાણોનું સંચાલન કરે છે. આરોપ છે કે એક રેકેટ દરમિયાન ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલ કોલસાને કાળાબજારમાં વેચવામાં આવતો હતો. આ કેસમાં કેન્દ્રીય એજન્સીઓએ અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરા બેનર્જીની પણ પૂછપરછ કરી છે. EDએ દાવો કર્યો હતો કે TMC સાંસદ બેનર્જી આ ગેરકાયદે કારોબારમાંથી મળેલા નાણાંના લાભાર્થી હતા. જોકે, બેનર્જીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

દરોડાને લઈને ટીએમસીએ ભાજપ પર હુમલો કર્યો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત ED અને CBIના દરોડા માટે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહી છે. ટીએમસીનો દાવો છે કે બંગાળની જનતાએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નકારી કાઢી હતી. જે બાદ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો સતત રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">