શું વિંગ કમાન્ડર અભિનંદનના શરીરમાં પાકિસ્તાને લગાવી હતી ચિપ ? શારીરિક તપાસ થઈ પૂર્ણ, તપાસ બાદ સામે આવી અન્ય ઇજાઓ

Parth_Solanki

Parth_Solanki |

Updated on: Mar 03, 2019 | 12:43 PM

60 કલાક પાકિસ્તાન સૈન્યના કબ્જામાં રહેલા વિંગ કમાન્ડર અભિનંદનની વાયુસેનાની હોસ્પિટલમાં મેડીકલ તપાસ ચાલી રહી છે. અભિનંદનની શારીરિક અને માનસિક તપાસ વાયુસેનાના ડોક્ટરો તપાસ કરી રહ્યાં છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ જવાન અન્ય દેશના સૈન્ય અથવા એજન્સી પાસેથી પરત આવે છે, ત્યારે સંપૂર્ણ મેડીકલ તપાસ કરવામાં આવે છે. શું સામે આવ્યું તપાસમાં ?  શુક્રવારે […]

શું વિંગ કમાન્ડર અભિનંદનના શરીરમાં પાકિસ્તાને લગાવી હતી ચિપ ? શારીરિક તપાસ થઈ પૂર્ણ, તપાસ બાદ સામે આવી અન્ય ઇજાઓ

60 કલાક પાકિસ્તાન સૈન્યના કબ્જામાં રહેલા વિંગ કમાન્ડર અભિનંદનની વાયુસેનાની હોસ્પિટલમાં મેડીકલ તપાસ ચાલી રહી છે. અભિનંદનની શારીરિક અને માનસિક તપાસ વાયુસેનાના ડોક્ટરો તપાસ કરી રહ્યાં છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ જવાન અન્ય દેશના સૈન્ય અથવા એજન્સી પાસેથી પરત આવે છે, ત્યારે સંપૂર્ણ મેડીકલ તપાસ કરવામાં આવે છે.

શું સામે આવ્યું તપાસમાં ? 

શુક્રવારે મોડી સાંજે પાકિસ્તાનના કબ્જામાંથી ભારત પરત આવેલા કમાન્ડર અભિનંદનની 24 કલાકથી પણ વધુ સમય માટે સૈન્યની હોસ્પિટલમાં શારીરીક અને માનસિક તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય સૈન્યના ડોક્ટરો તે વાતની ચકાસણી કરી રહ્યાં છે. કે, પાકિસ્તાન દ્વારા અભિનંદનના શરીરમાં કોઈ ચિપ કે બગ તો મુકવામાં નથી.

આ પણ વાંચો : ભારતના રિયલ હીરો અભિનંદનનું આણંદના નાના બાળકોએ પેઇન્ટિંગ બનાવી કર્યું “અભિનંદન સ્વાગત”

સ્વાભાવિક છે કે. અભિનંદન પણ 60 કલાક પાકિસ્તાની સૈન્યના કબ્જામાં હતાં. માટે તેમની પણ આજ પ્રકારે શારીરિક તપાસ કરવામાં આવી. સૈન્ય હોસ્પિટલમાં અભિનંદનની શારીરિક તપાસ માટે MRI રિપોર્ટ કરવામાં આવ્યા. જેની તપાસ બાદ શરીરમાં કોઈ બગ કે ચિપ મળી આવી નથી.

આ સાથે જ સૈન્યએ રાહત અનુભવી છે. જોકે અભિનંદનનું મિગ-21 વિમાન દુર્ઘટના ગ્રસ્ત થતા. અભિનંદનને કમરના ભાગે સામાન્ય આંતરિક ઈજાઓ પહોંચી હોવાનું ડોક્ટરના ધ્યાને આવ્યું છે. જોકે કમરની ઈજા સામાન્ય હોવાથી અભિનંદનને લાંબો સમય હોસ્પિટલમાં નહીં રહેવું પડે. જે વાયુસેના માટે સારા સમાચાર ગણી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati