એક તરફ જ્યારે અભિનંદન ભારત પહોંચી રહ્યા છે ત્યારે તમિલનાડુના કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં જવાનોને સલામ કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અગાઉની સરકારોમાં આતંકી હુમલા પર કડક એકશન લેવામાં આવતા નહોતા. પરંતુ અમારી સરકારે સેનાને આતંકીઓ સામે બદલો લેવાની ખુલી છૂટ આપી દીધી છે.
વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા કરી હતી. અને કહ્યું કે, તમને જણાવી દઇએ કે અભિનંદનને આજે અટારી બોર્ડર પર ભારતના હવાલે કરવાનો છે. તેઓ બુધવારથી પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં છે.
PM #NarendraModi at a rally in Kanyakumari: 26/11 happened, India expected action against terrorists but nothing happened. When Uri and Pulwama happened, you saw what our brave soldiers did. I salute those who are serving the nation.#TV9News pic.twitter.com/FN8GPS5gdG
— Tv9 Gujarati (@tv9gujarati) March 1, 2019
પીએમએ જવાનોને સલામ કરતાં કહ્યું કે 26/11 ભારતમાં થયું પરંતુ કંઇ ના થયું. પરંતુ ઉરી થયું અને પુલવામા થયુ, અમે બદલો લીધો. હું સલામ કરું છું કે સેનાને ખુલી છૂટ આપવામાં આવી છે, જે કરવું હોય તે કરે. આતંકવાદીઓથી બદલો લો.
આ પણ વાંચો : ઇસ્લામિક જગત સામે ગાજિયા સુષ્મા સ્વરાજ, આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની ખોલી પોલ
મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું કે આપણને ભારતીયોને ગર્વ છે કે વિંગ કમાન્ડર અભિનંદન તામિલનાડુના છે. આ દરમ્યાન પીએમે આતંકવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેટલાંય વર્ષોથી દેશ આતંકવાદનો સામનો કરી રહ્યાં હતા. 2004 થી 2014 સુધીમાં કેટલાંય આતંકવાદી હુમલા થયા. જયપુર, મુંબઇ, પૂણે, હૈદ્રાબાદ કેટલીય જગ્યા પર હુમલો કર્યો પરંતુ કોઇને તેના પર કડક કાર્યવાહી કરાઇ નહીં.
[yop_poll id=1901]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]