Weather Update: દિલ્હી સહિત અનેક રાજ્યોમાં આજે કાળઝાળ ગરમીથી મળશે રાહત, કેરળમાં ભારે વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે, સોમવારે પંજાબ અને હરિયાણાના ઉત્તરીય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

Weather Update: દિલ્હી સહિત અનેક રાજ્યોમાં આજે કાળઝાળ ગરમીથી મળશે રાહત, કેરળમાં ભારે વરસાદની આગાહી
Weather Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 7:35 AM

રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના (North India) ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને જો આકરી ગરમી ઓછી નહીં થાય તો ટૂંક સમયમાં મહત્તમ તાપમાન (Heatwave)  50 ડિગ્રીને પાર કરી જશે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીની લહેર પ્રવર્તી રહી છે. બીજી તરફ દિલ્હી અને યુપીના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. જો કે હવામાન વિભાગનું(Indian Metrological department)  કહેવું છે કે સોમવારથી કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે. સાથે જ હવામાન વિભાગે સમગ્ર કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, ઉત્તરાખંડ, પંજાબ અને બિહારમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન(Temperature) સામાન્ય કરતાં વધુ હતુ. ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે 3.1 ડિગ્રી સેલ્સિયસથી 5.0 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે, સોમવારે પંજાબ અને હરિયાણાના ઉત્તરીય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરના બાકીના ભાગો અલગ રહેવાની શક્યતા છે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે અલગ-અલગ વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લોકોને અમુક અંશે ગરમીથી રાહત મળશે.જ્યારે ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાનનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે દક્ષિણ દ્વીપકલ્પના મોટાભાગના ભાગોમાં કેરળ(Kerala)  અને લક્ષદ્વીપ પર ભારે વરસાદ થયો હતો, જેમાં રવિવારે અનુક્રમે 52.2 મીમી અને 57.7 મીમી ભારે વરસાદ થયો હતો. IMD એ સમગ્ર કેરળમાં ભારે વરસાદની ચેતવણી અને પાંચ જિલ્લાઓ – એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, મલપ્પુરમ અને કોઝિકોડ માટે રેડ એલર્ટ(Red Alert)  જાહેર કર્યું હતુ.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

UPના આ જિલ્લામાં મહતમ તાપમાન નોંધાયુ

ઉત્તર પ્રદેશના બુંદેલખંડ પ્રદેશના બાંદા જિલ્લામાં દિવસનું મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ હતું. હવામાન કચેરીના ડેટા અનુસાર, મે મહિનામાં બાંદામાં નોંધાયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. જિલ્લામાં અગાઉનું મહત્તમ તાપમાન 31 મે 1994ના રોજ 48.8 ડિગ્રી સેલ્સિયસ હતું.ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન 49.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જ્યારે નજફગઢના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં તાપમાન 49.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">