Weather: કેરળમાં આસમાની આફત, મૂશળધાર વરસાદને પગલે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 

કેરળમાં (Kerala) હવામાન વિભાગે  જણાવ્યું હતું કે  ઉત્તરી તામિલનાડુ અને આસપાસના ક્ષેત્રમાં ચક્રવાતી દબાણ ઉભું થતા દક્ષિણી રાજ્યના ઘણા હિસ્સામાં ભારે વરસાદ  (Rain)થશે.

Weather: કેરળમાં આસમાની આફત, મૂશળધાર વરસાદને પગલે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 
Orange alert in Kerala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 9:35 PM

Heavy Rain In kerala: કેરળમાં (Kerala) મૂશળધાર વરસાદ (Rain)ના કારણે ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા ગુરૂવારે 12 જિલ્લામાં આખા  દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ દિલ્લીના આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેમ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા તિરૂવનંતપુર અને કોલ્લમને બાદ કરતા કેરળના બધા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તરી તામિલનાડુ અને આસપાસના ક્ષેત્રોમાં ચક્રવાતી દબાણને કારણે દક્ષિણી રાજ્યોના ઘણા ભાગમાં વરસાદ થશે.

કેન્દ્રીય હવામાન વિભાગે બુધવારે રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદ થવાની શકયતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં પાછલા કેટલાક દિવસોથી મૂશળધાર વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મૂશળધાર વરસાદની શક્યતાને જોતા રાજ્યમાં સમય કરતા વહેલા પ્રવેશેલા ચોમાસાને ધ્યાનમાં રાખતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એક દિવસ અગાઉજ તૈયારીના સંબંધમાં સૂચનો જાહેર કર્યા હતા. જેથી ભૂસ્ખલન અને પૂર જેવી સમસ્યાઓને પહોંચી વળવા તંત્ર તૈયાર રહે.

નદીઓથી દૂર રહેવાની આપવામાં આવી સલાહ

એનડીઆરએફ દ્વારા કેરળમાં પાંચ ટીમ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ તંત્ર દ્વારા લોકોને નદી તથા અન્ય જળાશયોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમજ કટોકટી સિવાય પહાડી ક્ષેત્રોમાં જવાની પણ મનાઈ કરવામાં આવી છે. સાથે જ રાત્રે પણ મુસાફરી કરવાની શક્ય હોય ત્યાં સુધી મનાઈ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસને પણ કાંઠા વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. IMDએ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું કે દક્ષિણ – પશ્ચિમ ચોમાસું 27 મે સુધી રાજ્યમાં દસ્તક આપશે. આ વખતે ચોમાસુ સામાન્ય તારીખ કરતાં પાંચ દિવસ પહેલા આવાવની શક્યતા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે કેરળના 12 જિલ્લા કાસરગોડ, કન્નૂર, વાયનાડ કોઝીકોડ, મલ્લપુરમ, પલક્કડ, ત્રિશૂર, એર્નાકુલમ, ઈડુક્કી, કોટ્ટાયમ, અલાપ્પુઝા અને પઠાનમથિટ્ટા માટે ઓરોન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 21 મેથી વરસાદ ઓછો થવાની તથા 48 કલાકમાં દક્ષિણી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">