જુઓ VIDEO: ટ્રેકટર રેલીના નામે તોફાને ચડેલા ખેડૂતો પર પોલીસનો લાઠીચાર્જ

દિલ્લીમાં ટ્રેકટર રેલી (Tractor Rally) યોજવા માંગતા ખેડૂતોએ, પોલીસ સાથે જબજદસ્તીથી અન્ય માર્ગે ટ્રેકટર રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સાથે અથડામણમા ઉતરેલા ખેડૂતોને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ટીયરગેસના સેલ છોડીને ખેડૂતોને વિખેરી નાખ્યા હતા.

  • Bipin Prajapati
  • Published On - 13:35 PM, 26 Jan 2021
Watch the video: Police baton charge on rioting farmers in the name of tractor rally
ટ્રેકટર રેલી યોજવા માંગતા ખેડૂતો ઉપર પોલીસે કર્યો લાઠીચાર્જ, ટીરયગેસના છોડ્યા સેલ

દિલ્લીમાં ટ્રેકટર રેલી (Tractor Rally) યોજવા માંગતા ખેડૂતો, પોલીસ સાથે સીધા જ ઘર્ષણમાં ઉતર્યા હતા.  ખેડૂતોએ શાંત સ્વરૂપે ટ્રેકટર રેલી યોજવાની બાંહેધરી આપી હોવા છતા, કેટલાક ખેડૂતોએ હિંસા આચરી હતી. પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. તોફાને ચડેલા ખેડૂતોના ટોળાને નિયંત્રણમાં લેવા માટે, બળપ્રયોગ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ ખેડૂતોને નક્કી કરેલા રૂટ ઉપર જ ટ્રેકટર રેલી યોજવા માટે સમજાવી રહી હતી. પરંતુ ખેડૂતોએ જક્કી વલણ દાખવીને, પોલીસ સાથે ધર્ષણ કરીને અન્ય માર્ગેથી દિલ્લીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.  પોલીસે, ખેડૂતોને અટકાવતા તોફાને ચડ્યા હતા.