ચેતવણીરૂપ કિસ્સોઃ હુ સાજો થઈને પાછો આવીશ, મે રસીના બે ડોઝ લીધા છે, કહેનાર ડોકટરનો જીવ ના બચ્યો

આ કિસ્સો, રસી લઈને બેફિકર બની જનારા સૌ કોઈ માટે ચેતવણી સમાન છે. કોરોનાની રસી આપવામાં આવી હોવા છતાં, ડોકટરો અને હેલ્થ કેર સ્ટાફના લોકો કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે.

ચેતવણીરૂપ કિસ્સોઃ હુ સાજો થઈને પાછો આવીશ, મે રસીના બે ડોઝ લીધા છે, કહેનાર ડોકટરનો જીવ ના બચ્યો
તબીબના મૃત્યુની પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: May 09, 2021 | 9:55 AM

કોરોનાની રસી લીધા બાદ ઘણા બધા લોકો બેફિકર બની જાય છે. રસી લઈને જાણે તેમણે અમરત્વ પ્રાપ્ત કર્યુ હોય તેમ, બેદરકાર થઈને, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યા વિના હરતા ફરતા જોવા મળે છે. રસી લીધા બાદ પણ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્ટ અને સેનિટાઈઝેશનને અનુસરવું જરૂરી છે. રસી લીધા પછી જો સાવચેતી નહી દાખવો તો તેના ગંભીર પરીણામ ભોગવવા પડે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. દિલ્લીમાં એક તબીબ, કે જેણે કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતા, કોરોનાથી જ મૃત્યુ પામ્યા. આથી જ કોરોનાની રસી લીધી હોય તો પણ  કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને સાવચેતી દાખવવી અને સુરક્ષિત રહેવુ અત્યંત જરૂરી છે.

દિલ્હીમાં કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં, એક સર્જનનું કોરોનાના સંક્રમણને લીધે મૃત્યુ થયું હતું. દિલ્લી ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન ડોકટરની હાલત વધુ કથળતા, તેમને વેન્ટિલેટર પર રાખીને સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ 58 વર્ષીય સર્જન ડો.અનિલ કુમાર રાવત, ગઈકાલે કોરોના સામેની લડત લડતાં લડતા મૃત્યુ પામ્યા હતા.

મીડીયા રિપોર્ટ અનુસાર વેન્ટિલેટર પર લેવામાં આવ્યા તે પહેલા ડોકટરે, તેમના સાથીદાર તબીબને કહ્યું હતું કે તેઓ સ્વસ્થ થઈને પાછા ફરશે, કારણ કે તેમને એન્ટી-ઇન્ફેક્શન રસી આપવામાં આવી છે. વર્ષ 1996 માં હોસ્પિટલની સ્થાપના પછી, ડોકટર અનિલ કુમાર રાવતે ત્યાં તેમની સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું હતું,

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખાનગી હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું હતું કે ડોકટર અનિલ રાવતને માર્ચની શરૂઆતમાં કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. લગભગ 10-12 દિવસ પહેલા, તેમને કોરોના સંક્રમણના (covid19) લક્ષણો જણાયા હતા. ડોકટર રાવતે ઘરે પોતાને આઈસોલેટ કર્યા હતા. પરંતુ થોડા દિવસો પછી, તેમનું ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગ્યું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અમારી ટીમે ડોકટર અનિલ રાવતને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા. એક સમયે તેમના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવા અંગે પણ વિચાર કરવામાં આવ્યો હતો.

અમે કોરોના સંક્રમણના રોગ સામેની સારવાર માટે આવશ્યક જે કાઈ જરૂરી હતું તે બધું જ કર્યું. અમે ડોકટર અનિલ રાવતનો જીવ બચાવવા શક્ય તેટલો પ્રયત્ન કર્યો. પણ તેઓ ના બચી શક્યા. આ કિસ્સો સૌ કોઈ માટે ચેતવણી સમાન છે. કોરોનાની રસી આપવામાં આવી હોવા છતાં, ડોકટરો અને હેલ્થકેર સ્ટાફના લોકો સંક્રમીત થઈ રહ્યાં છે.  જો કે હળવા લક્ષણો ધરાવનારા ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. પરંતુ પ્રથમ વખત, રસી આપવામાં આવ્યા હોવા છતાં એક ડોક્ટરનું મોત નીપજ્યું હતું.

ડોકટર અનિલ રાવતના છેલ્લા શ્વાસ સુધી સાથે રહેલા અને તેમની સારવાર કરનારા ડો.આકાશ જૈન કહે છે – તેમને બે દિવસ પહેલા વેન્ટિલેટર મુકવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શક્યા નહીં. તેમના અંતિમ શ્વાસ સુધી હું તેની સાથે હતો. તે એક યોદ્ધા હતા. વેન્ટિલેટર ઉપર લઈ જતાં પહેલાં તેમણે મને કહ્યું કે ‘હું ઠીક થઈ જઈશ. મને રસી મળી છે. હું હમણાં પાછો આવું છુ. પણ તેમના આ શબ્દો છેતરામણા નિકળ્યા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">