ધર્મના નામે હિંસા : પયગંબર મોહમ્મદની ટિપ્પણીને લઈને ફરી હિંસા ફાટી નીકળી, ઉશ્કેરાયેલા ટોળાએ લોકલ ટ્રેનમાં કરી તોડફોડ

પશ્વિમ બંગાળના (West Bengal) નાદિયા જિલ્લાના બેથુઆદહરી રેલવે સ્ટેશન પર ઉશ્કેરાયેલા ટોળાએ એક લોકલ ટ્રેન પર પથ્થરમારો કરીને તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા.

ધર્મના નામે હિંસા : પયગંબર મોહમ્મદની ટિપ્પણીને લઈને ફરી હિંસા ફાટી નીકળી, ઉશ્કેરાયેલા ટોળાએ લોકલ ટ્રેનમાં કરી તોડફોડ
West Bengal Violence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 7:47 AM

પયગંબર મોહમ્મદ પર ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માની (Nupur Sharma) વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણીને લઈને દેશભરમાં ચાલી રહેલો હંગામો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. પશ્ચિમ બંગાળના(West Bengal)  નાદિયા જિલ્લાના બેથુઆદહરી રેલવે સ્ટેશન પર રવિવારે કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. રેલ્વે સ્ટેશન પર એકઠા થયેલા ટોળાએ એક લોકલ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો,જેને પગલે કેટલાક લોકો ઘાયલ થયા હતા. પૂર્વ રેલવેના (Railway) મુખ્ય જનસંપર્ક અધિકારી એકલવ્ય ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, અત્યારે કોઈ ટ્રેન નથી ચાલી રહી. અમે રાજ્ય સરકારની પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ.

પ્રદર્શનકારીઓએ  વિરોધ નોંધાવ્યો

ANIના અહેવાલો અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રસ્તો રોક્યો હતો અને જ્યારે પોલીસે તેમનો પીછો કર્યો ત્યારે તેમાંથી કેટલાક સ્ટેશનની અંદર પહોંચ્યા અને પ્લેટફોર્મ (Railway Platform) પર ચાલતી ટ્રેન પર પથ્થરમારો કર્યો. તેમણે કહ્યું કે હુમલાને કારણે લાલગોલા લાઇન પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા હાવડામાં અથડામણ થઈ હતી. ઉપરાંત મુર્શિદાબાદમાં પણ હિંસાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વહીવટીતંત્રે હાલ ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી.

હાવડામાં શુક્રવારની નમાજ બાદ હિંસા ફાટી નીકળી, 100ની ધરપકડ

તમને જણાવી દઈએ કે, 10 જૂને શુક્રવારની નમાજ બાદ વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં બંગાળના હાવડા સહિત દેશના ઘણા વિસ્તારોમાં હિંસક દેખાવો થયા હતા. બીજી તરફ હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી છે. શનિવારે રાત્રે, ઉલુબેરિયા, પંચાલા, જગતબલ્લવપુર અને ધુલાગઢ સહિત હાવડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં રૂટ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

તમને જણાવી દઈએ કે, પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવાના મામલે બીજેપીના (BJP) પૂર્વ નેતા નૂપુર શર્માની  મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલામાં મુંબઈ પોલીસે(Mumbai Police) સમન્સ મોકલીને 25 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમના દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ મામલો ગરમાયો છે. તેમના તરફથી કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ સમુદાયના લોકો વિરોધ (Protest) કરવા માટે દેશના ઘણા શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, ઉપરાંત ઘણી જગ્યાએ પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયું હતું. જે બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">