Video: દુલ્હને પોતાના લગ્નમાં જ બતાવ્યું માર્શલ આર્ટનું પ્રદર્શન, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
લગ્નના દિવસે, 22 વર્ષની દુલ્હને પોતાના લગ્નમાં જ બતાવ્યું માર્શલ આર્ટનું પ્રદર્શન. મહિલાઓને આત્મરક્ષણના મહત્ત્વથી જાગૃત કરવાના હેતુથી કર્યા માર્શલ આર્ટના કરતબ. જુઓ વીડિયો
પોતાના જ લગ્ન દરમિયાન દુલ્હનનો માર્શલ આર્ટનું પ્રદર્શન કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દુલ્હન લગ્ન દરમિયાન પહેરેલા વસ્ત્રોમાં માર્શલ આર્ટ કરી અને મહેમાનોનું મનોરંજન કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
#WATCH Nisha from Thoothukudi district performed ‘Silambattam’, a form of martial art from Tamil Nadu, soon after her wedding ceremony on 28th June, to spread awareness about the importance of self-defense#TamilNadu pic.twitter.com/giLOPy1iDZ
— ANI (@ANI) July 1, 2021
આ વીડિયો તામિલનાડુના તુતીકોરીન જિલ્લામાં યોજાયેલા લગ્નના સમારોહનો હોવાનું સામે આવ્યું છે. માર્શલ આર્ટ કરી રહેલી 22 વર્ષની નિશાએ કહ્યું કે, ” મે મહિલાઓને આત્મરક્ષણના મહત્ત્વથી જાગૃત કરવા માટે લગ્નના તુરંત બાદ ગ્રામજનોની સામે પરંપરાગત માર્શલ આર્ટ રજૂ કર્યું હતું. હું ઇચ્છું છું કે વધુ લોકો આ કળા શીખે.” મળતી માહિતી અનુસાર, નિશાને તેની માતા દ્વારા માર્શલ આર્ટ્સ શીખવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. તેની માતાએ ખાસ કરીને તેમને સિલેમબમ શીખવાની પ્રેરણા આપી હતી. નિશાની માતાનું માનવું છે કે, દરેક છોકરીને તંદુરસ્ત રહેવાની કળા જાણવી જોઈએ અને પોતાનું રક્ષણ કરવામાં સક્ષમ હોવું જોઈએ.
આ પણ વાંચો: Ahmedabad : ટોકિયો Olympics જતા પૂર્વે સ્વીમર માના પટેલે કોરોનાની રસી લીધી
આ પણ વાંચો: Banaskantha: તબીબની બેદરકારી બદલ, દર્દીને ત્રણ લાખ ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશ