પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના વિરોધમાં થયેલા હોબાળા બાદ VHPની માંગ, મસ્જિદ-મદરેસામાં કેમેરા લગાવવામાં આવે

VHPના કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે દેશના જેહાદી કટ્ટરપંથી તત્વો સામાન્ય મુસ્લિમોને હિંસાનાં માર્ગે લઈ જઈ રહ્યા છે, જે ન તો તેમના હિતમાં છે અને ન તો તે દેશના હિતમાં છે.

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના વિરોધમાં થયેલા હોબાળા બાદ VHPની માંગ, મસ્જિદ-મદરેસામાં કેમેરા લગાવવામાં આવે
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 9:49 PM

પયગંબર મોહમ્મદ (Paigambar Muhammad) વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી દેશના વિવિધ વિસ્તારોમાં હિંસા અને તોડફોડની ઘટનાઓ બની હતી. જે અંગે વિશ્વ હિન્દુ પરિષદે (VHP) પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. VHPએ શનિવારે સ્પષ્ટતા કરી હતી કે આવી હિંસા કોઈના હિતમાં નથી. તે જ સમયે VHPએ આવી ઘટનાઓની પુનરાવૃત્તિને રોકવા માટે સમગ્ર દેશમાં મસ્જિદો અને મદરેસાઓ અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અંદર અને બહાર ઉચ્ચ ક્ષમતાવાળા કેમેરા લગાવવાની માંગ કરી છે. VHPએ કહ્યું છે કે આ કેમેરાનો ઉપયોગ ત્યાંની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરી શકાય છે. તેમણે કહ્યું કે આ કેમેરાની કમાન્ડ અને ઓપરેશનલ વ્યવસ્થા સંબંધિત પોલીસ સ્ટેશનો પાસે હોવી જોઈએ અને કોઈપણ પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ સ્ટેશનોના ઈન્ચાર્જ જવાબદાર હોવા જોઈએ.

VHPના કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પોતાના નિવેદનમાં કહ્યું કે દેશના જેહાદી કટ્ટરપંથી તત્વો સામાન્ય મુસ્લિમોને હિંસાનાં માર્ગે લઈ જઈ રહ્યા છે, જે ન તો તેમના હિતમાં છે અને ન તો તે દેશના હિતમાં છે. તેમણે કહ્યું કે જેઓ ભારતના શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણને પ્રદૂષિત કરે છે તેઓએ સમજવું પડશે કે ભારત શરિયત કાયદાથી નથી ચાલતું, બંધારણથી ચાલે છે.

તોફાનીઓ સાથે વધુ કડક કાર્યવાહી કરવી પડશે

VHPના કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે જે લોકો કટ્ટરવાદીઓની કતપૂતલી બનીને કોર્ટના બદલે રસ્તા પર જજ બનવાનો ખોટો પ્રયાસ કરી રહ્યા છે, તેઓએ તેનાથી બચવું પડશે. તેમણે કહ્યું કે પ્રદર્શનના નામે નિર્દોષ લોકો, સુરક્ષા દળો, મંદિરો અને જાહેર સ્થળો પર હુમલા એ સંસ્કારી સમાજ માટે પડકાર છે. તેમણે કહ્યું કે પ્રશાસન દેશમાં દરેક જગ્યાએ કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ તોફાનીઓ સાથે વધુ કડક કાર્યવાહી કરવી પડશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

તોફાનીઓ દ્વારા થયેલ નુકસાન

VHP સેન્ટ્રલ વર્કિંગ પ્રેસિડેન્ટ આલોક કુમારે કહ્યું કે આ અંગે પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જે ધાર્મિક સ્થળોએથી હિંસક ટોળાં નીકળ્યા છે, તે સ્થળોએ પણ જવાબદારી લેવી પડશે. ટેક્સની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયે હિંસાનો માર્ગ છોડીને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ અને કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, અન્યથા આવી કાર્યવાહી, પ્રતિક્રિયા કોઈના હિતમાં નહીં હોય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">