વેલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી રદ, ત્રિપુરામાં પણ ચૂંટણીની તારીખમાં ફેરફાર
ચૂંટણી પંચના ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમિલનાડુની વેલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી રદ કરી દીધી છે. વેલ્લોર સીટ પર રાજ્યની અન્ય સીટોની સાથે 18 એપ્રિલે ચૂંટણી થવાની હતી. વેલ્લોરની DMK પાર્ટીના ઉમેદવારથી જોડાયેલા એક વ્યક્તિ પાસેથી 12 કરોડ રૂપિયા રોકડા પકડાયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની સુચના રાષ્ટ્રપતિ જાહેર કરે છે […]
ચૂંટણી પંચના ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમિલનાડુની વેલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી રદ કરી દીધી છે.
વેલ્લોર સીટ પર રાજ્યની અન્ય સીટોની સાથે 18 એપ્રિલે ચૂંટણી થવાની હતી. વેલ્લોરની DMK પાર્ટીના ઉમેદવારથી જોડાયેલા એક વ્યક્તિ પાસેથી 12 કરોડ રૂપિયા રોકડા પકડાયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની સુચના રાષ્ટ્રપતિ જાહેર કરે છે તેથી ચૂંટણી રદ કરવાનો અધિકાર પણ તેમને હોય છે.
આવકવેરા વિભાગે વેલ્લોર જિલ્લામાં 1 એપ્રિલે DMKના એક અધિકારીના ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં રોકડ રૂપિયા પકડાયા હતા. ચૂંટણીને પ્રભાવિત કરવા માટે અને મતદારોને પૈસા આપવા માટે આ રોકડ રકમની વ્યવસ્થા કરવામાં આવી હતી તેવી સંભાવના છે. આ સીટ પર 23 ઉમેદવાર મેદાનમાં છે.
ત્રિપુરા પૂર્વની લોકસભા સીટ પર સુરક્ષાના કારણોસર મતદાન 18 એપ્રિલે રદ કરીને 23 એપ્રિલે કરવામાં આવશે. ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કહ્યુ કે રાજયમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરવી સંભવ નથી. ત્રિપુરા પશ્ચિમ સીટ પર 11 એપ્રિલે ચૂંટણી થઈ ચૂકી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]