વારાણસીના (Varanasi) જ્ઞાનવાપી પરિસરમાં (Gyanvapi Masjid) મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ પર સુનાવણી ટળી ગઈ છે. જ્જ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે 14 ઓક્ટોબરે આગામી સુનાવણી માટે તારીખ આપી છે. હિન્દુ પક્ષે શિવલિંગની તપાસ માટે કાર્બન ડેટિંગની માંગ કરી હતી. અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી કે આ મામલે કોર્ટ આજે નિર્ણય સંભળાવી શકે છે. ત્યારે કાર્બન ડેટિંગ પર આજે મુસ્લિમ પક્ષે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો.
તે સિવાય વારાણસીની બીજી કોર્ટમાં બીજી સુનાવણી જ્ઞાનવાપી પરિસરમાં મળેલા કથિત શિવલિંગની પૂજા-પાઠની માંગના અધિકારથી સંબંધિત છે. ત્યારે બીજા કેસની સુનાવણી સિવિલ જ્જ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટ મહેન્દ્ર કુમાર પાંડેની કોર્ટમાં હશે.
Varanasi Court to next hear the Gynvapi masjid matter on 14th October. The Court heard the Muslim side today. #UttarPradesh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 11, 2022
શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન અને અન્ય દેવી-દેવતાઓના રક્ષણના મામલે 16 મેના રોજ સર્વે દરમિયાન કથિત શિવલિંગ મળી આવ્યાના મુદ્દે ચાર ફરિયાદી મહિલાઓએ શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના તપાસની માંગ કરી છે. આ સાથે તેની આસપાસ કાર્બન ડેટિંગની માંગ કરવામાં આવી છે. અંજુમન ઈન્તજમિયા મસ્જિદ કમિટીએ આ અંગે જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. આ સાથે કાર્માઈકલ લાઈબ્રેરીના ડિમોલિશન વખતે મળેલી ગણેશ-લક્ષ્મીની મૂર્તિના રક્ષણ અને જાળવણી માટેની અરજી પણ સાંભળવામાં આવશે.
સિવિલ જ્જ ફાસ્ટ ટ્રેક કોર્ટ સીનિયર ડિવિઝન મહેન્દ્ર કુમાર પાંડેની કોર્ટમાં આજે કિરણસિંહ તરફથી દાખલ અરજી પર સુનાવણી થવાની છે. વાદી તરફથી કોર્ટમાં દાખલ અરજીમાં જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગના પૂજાપાઠ અને આરતી કરવાની માંગ કરવામાં આવી છે.
રાખી સિંહ અને અન્યોએ જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત શૃંગાર ગૌરીના દેવતાઓની સુરક્ષા અને નિયમિત પૂજા કરવાનો આદેશ આપવા અંગે સિવિલ જજ (સિનિયર ડિવિઝન), વારાણસીની કોર્ટમાં અરજી કરી હતી, જેના આદેશ પર ગત મે મહિનામાં જ્ઞાનવાપી પરિસરમાં શ્રૃંગાર ગૌરીના દેવી-દેવતાઓનું રક્ષણ કરવામાં આવ્યું હતું. વીડિયોગ્રાફી સર્વે કરવામાં આવ્યો હતો. તે જ સમયે, મુસ્લિમ પક્ષે આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે નીચલી કોર્ટનો આ નિર્ણય પ્લેસ ઓફ વર્શીપ એક્ટ 1991ની જોગવાઈઓ વિરુદ્ધ છે અને આ જ દલીલ સાથે તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.