વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, “વન નેશન વન કાર્ડ” લાગુ કરવામાં આવશે, ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર નવેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો

વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, વન નેશન વન કાર્ડ લાગુ કરવામાં આવશે, ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર નવેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો
http://tv9gujarati.in/vadapradhan-modi…gukarvama-aavshe/

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં દેશને છઠ્ઠી વખત સંબોધન કરતાં ગરીબોને મોટી ભેટ આપી. દિવાળી-છઠ્ઠ પુજા એટલે કે નવેમ્બર સુધી 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મફત આપવામાં આવશે. દેશનાં નામે વડાપ્રધાને કરેલા સંબોધનમાં કોરોના સામે જાગૃતિથી લઈ ગરીબો માટે સરકારે અત્યાર સુધીમાં કેટલી રાહત પુરી પાડી તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે સમય પર લીધેલા ફેંસલાને લઈને જ દેશ કોરોના સામે લડવામાં સફળ થયો છે અને અન્ય દેશોની તુલનામાં મોતનો આંક પણ ઓછો રહ્યો છે. સરકારે લોકડાઉન થતાંજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પોણા બે લાખ કરોડનું પેકેજ આપવામાં આવ્યું. ત્રણ મહિનામાં 20 કરોડ જનધન ખાતામાં 31 હજાર કરોડ જમા કરાવ્યા. 9 કરોડથી વધારે ખેડૂતોનાં ખાતામાં 18 કરોડ જમા કરાવાયા. ગામડામાં ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 50 હજાર કરોડ રૂપીયા ખર્ચ કરી રહી છે. 80 કરોડ લોકોને ત્રણ મહિના માટેનું અનાજ મળી રહે તેની વ્યવસ્થા સરકારે ગોઠવી આપી.

            વડાપ્રધાને જાહેરાત કરતા કહ્યું હતું કે આગળનો સમય હવે ખેડૂતોની સાથે તહેવારોનો પણ આવી રહ્યો છે ત્યારે જરૂરીયાત પણ વધવા લાગી છે તેથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર નવેમ્બર સુધીનો વધારી દેવામાં આવ્યો છે. યોજના હેઠળ 80 કરોડ ગરીબ પરીવારોને દર મહિને પાંચ કિલો ઘઉં અથવા ચોખા તેમજ એક કિલો ચણા પણ પુરા પાડવામાં આવશે. આ યોજના હેઠળ 90 હજાર કરોડ રૂપિયોનો ખર્ચ થશે. જેમાં લોકડાઉનનાં ત્રણ મહીના જોડી દેવામાં આવે તો દોઢ લાખ કરોડ રૂપીયા થવા જાય છે.

              વડાપ્રધાને સહુથી મોટી જાહેરાત એ પણ કરી હતી કે સમગ્ર ભારત માટે “વન નેશન વન રેશન કાર્ડ” લાવવામાં આવશે કે જેને લઈને ગામ છોડીને અન્ય રાજ્યમાં જતા લોકો માટે તકલીફ નહી રહે. વડાપ્રધાનની ખાસ વાતો પર નજર કરીએ તો,

1) 80 કરોડ પરિવારને નવેમ્બર સુધી ફ્રીમાં મળશે અનાજ
2) દિવાળી અને છઠ્ઠ સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની મુદ્દત વધારાઈ
3) પાંચ કિલો ઘઉં અથવા પાંચ કિલો ચોખા, અને 1 કિલો ચણા મફત
4) આત્મનિર્ભર ભારત માટે ગરીબ, પીડિત, વંચિત માટે કામ કરશે સરકાર
5) 31 હજાર કરોડ રૂપિયા જનધન ખાતાઓમાં સીધા જમા કરવામાં આવ્યા
6) 9 કરોડથી વધુ ખેડૂતોને 18 હજાર કરોડની સહાય આપવામાં આવી
7) અનલૉક-1માં વ્યક્તિગત અને સામાજીક બેદરકારી જોવા મળી
8) કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સૌથી વધારે આપવું પડશે ધ્યાન
9) નિયમો તોડનારા લોકોને ટોકવા, સમજાવવા જરૂરી
10) દેશમાં વડાપ્રધાનથી લઇને દરેક માટે નિયમનું પાલન કરવું જરૂરી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati