Vaccine Drive: રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે સરકારનો દાવો, રાજ્યો પાસે છે એક કરોડથી વધુ ડોઝ

Vaccine Drive: દેશભરમાં રસીકરણની ત્રીજો તબક્કો 1લી મેથી શરૂ થવા જય રહ્યો છે. આ તબક્કામાં 18થી 44 વર્ષના તમામ લોકોને વેક્સિન લાગવામાં આવશે.

Vaccine Drive: રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે સરકારનો દાવો, રાજ્યો પાસે છે એક કરોડથી વધુ ડોઝ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 29, 2021 | 3:45 PM

કોરોના રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત પહેલા રસીની ઉણપના દાવાઓ વચ્ચે, આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક કરોડથી વધુ ડોઝ બાકી છે. આ સાથે સરકારે કહ્યું છે કે ત્રણ દિવસમાં 20 લાખથી વધુ સપ્લાય કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં વેક્સિનની અછતને કારણે રસીકરણ પણ પ્રભાવિત થયાના દાવાઓએ સ્વાસ્થય મંત્રાલયે ખંડન કર્યું હતું.

મીડિયા અહેવાલોએ મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓને ટાંકતા કહ્યું છે કે રાજ્યમાં રસી ખતમ થઈ ગઈ છે અને રસીકરણ અભિયાનને પ્રતિકૂળ અસર પડી છે. આ વિધાન પર મંત્રાલયે કહ્યું કે 7,49,960 વેક્સિન ડોઝ હજુ પણ રાજ્યની પાસે યોગ્ય જનસંખ્યા સમૂહો માટે પ્રશાસન પાસે ઉપલબ્ધ છે.

આ સ્પષ્ટ વાત છે કે 29 એપ્રિલ (સવારે 8 વાગે) સુધી મહારાષ્ટ્ર દ્વારા પ્રાપ્ત કુલ COVID વેક્સિનનો જથ્થો 1,63,62,470 છે. સ્વસ્થયા મંત્રાલયે કહ્યું કે જનસંખ્યા મુજબ પર્યાપ્ત માત્રમાં વેક્સિનનીઓ જથ્થો ઉપલબ્ધ છે. આરયોગ્ય મંત્રાલયે કહ્યું કે એક કરોડથી વધુ વેક્સિનના ડોઝ રાજ્યો અને કેદરા શાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે. 20 લાખથી વધુ વેક્સિન ડોઝ આગલા ત્રણ દિવસોમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો : કોરોનાની મહામારીના આવા સમયમાં પણ કેટલાક કપટી લોકો આ પરિસ્થિતિઓનો લાભ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેઓ મદદના નામે લોકોની છેતરપિંડી કરી રહ્યા છે. જાણો કઈ રીતે.

દેશભરમાં રસીકરણની ત્રીજો તબક્કો 1લી મેથી શરૂ થવા જય રહ્યો છે. આ તબક્કામાં 18થી 44 વર્ષના તમામ લોકોને વેક્સિન લાગવામાં આવશે. આ માટે થઈને બુધવારથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું. જે માટે લોકો ઓનલાઈન તેમજ રૂબરૂ નોંધણી કરવી શકે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે Co-WIN પોર્ટલ www.cowin.gov.in પર રજીસ્ટ્રેશન કરવી શકાય છે. આ માટે AAROGYA SETU અને UMANG એપનો પણ ઉપયોગ કરી શકાય છે.

મહારાષ્ટ્ર અને રાજસ્થાને વેક્સિનનો પર્યાપ્ત જથ્થો ન હોવાથી ત્રીજા તબક્કાની વેક્સિન ડ્રાઈવ શરૂ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ત્રીજા તબક્કાનું રસીકરણ અભિયાન નહીં શરૂ થાય.

આ પણ વાંચો : Corona ની આ જોખમી બીજી તરંગમાં એક રોગપ્રતિકારક શક્તિ જ છે, કે જે તમને કોરોનાના ગંભીર ચેપથી બચાવી શકે છે અથવા તમને ચેપ લાગતો નથી.Corona સામે રક્ષણ મેળવવા રોગપ્રતિકારક શક્તિમાં વધારવા આ ફળોનું સેવન કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">