Tv9 નેટવર્ક અને સહયોગીઓ દ્વારા 6 ઓગસ્ટથી દેશના 11 શહેરોમાં 10 હજાર ટ્રક ડ્રાઈવરને કોરોના સામે સુરક્ષા માટે અપાશે વિનામૂલ્યે રસી

Surakshabandhan ગલ્ફ સુપરફ્લિટ સુરક્ષા બંધન સિઝન-3ના અંતર્ગત ટીવી9 નેટવર્ક અને સહયોગીઓ દ્વારા આગામી 6 થી 22 ઓગસ્ટ સુધી દેશના કુલ 11 શહેરો દિલ્લી, મુંબઈ, અમદાવાદ, કરનાળ, બદ્દી, ઈન્દોર, ફરીદાબાદ, ગાજિયાબાદ, લખનૌ, જાલંધર અને લુધિયાણા શહેરમાં ટ્રક ડ્રાઈવરોને વિના મૂલ્યે કોરોના વિરોધી રસી આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 4:24 PM

Gulf Superfleet Suraksha Bandhan season Three: દેશમાં માર્ગ પરિવહન ક્ષેત્રે મહત્વની ભૂમિકા અદા કરનાર ટ્રક ડ્રાઈવરની ચિંતા  ગલ્ફ સુપરફ્લિટ (Gulf Superfleet), દેશનુ નંબર 1, ટીવી9 નેટવર્ક ( TV9 Network), બીગ એફએમ ( Big FM ), નારાયણા હેલ્થ ( Narayana Health ) અને મેદાંતા (Medanta) દ્વારા કરવામાં આવી રહી છે. કોરોના સામે ટ્રક ડ્રાઈવરને રક્ષણ આપવા માટે, ટીવી9 નેટવર્ક અને તેના સહયોગીઓ દ્વારા ગલ્ફ સુપરફ્લિટ સુરક્ષા બંધન સિઝન-3 કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. જે આગામી 6 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી દેશના 11 શહેરોમાં 10 હજારથી વધુ ટ્રક ડ્રાઈવરોને કોરોના વિરોધી રસી વિનામૂલ્યે આપીને સુરક્ષીત કરવામાં આવશે.

ટીવી9 નેટવર્ક ( TV9 Network) અને અન્ય સહયોગીઓ દ્વારા ગલ્ફ સુપરફ્લિટ સુરક્ષા બંધન સિઝન-3ના (Gulf Superfleet Suraksha Bandhan season Three) નામ હેઠળ આગામી 6 ઓગસ્ટથી 22 ઓગસ્ટ એટલે રક્ષાબંધન સુધી દેશના કુલ 11 શહેરોમા ટ્રક ડ્રાઈવરોને કોરોનાની રસીથી સુરક્ષિત કરાશે. દેશના અગિયાર શહેરો દિલ્લી, મુંબઈ, અમદાવાદ, કરનાળ, બદ્દી, ઈન્દોર, ફરીદાબાદ, ગાજિયાબાદ, લખનૌ, જાલંધર અને લુધિયાણા શહેરમાં ટ્રક ડ્રાઈવરોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.

જેમ એક બહેન તેના ભાઈના કાંડા ઉપર પર રાખડી બાંધીને ભાઈની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે તે રીતે, ટીવી9 નેટવર્ક અને અન્ય સહયોગીઓ દ્વારા અમલમાં મૂકાયેલ ગલ્ફ સુપરફ્લિટ સુરક્ષા બંધન સિઝન-3, હેઠળ ટ્રક ચાલકોને વિના મૂલ્યે કોરોનાની રસી આપીને વિશ્વની સૌથી મોટી કોરોનાની મહામારીમાં ટ્રક ડ્રાઈવરોની સુરક્ષા વધારશે.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી ( Nitin Gadkari ) અને રાજ્યકક્ષાના કેન્દ્રીય વી.કે.સિંહે ( V K Singh ) પણ, કોરોનાની મહામારીમાં ટ્રક ડ્રાઈવરો માટે ચિંતા કરી તેમને વેક્સિન અપાવડાવીને કોરોના સામે રક્ષણ આપવા બદલ ટીવી નાઈન નેટવર્ક અને તેમના સહયોગીઓની કામગીરીની બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

દેશની અર્થવ્યવસ્થાને સતત ધબકતુ રાખવામાં રોડ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. રોડ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનુ સૌથી મજબૂત પાસુ હોય તો તે છે દેશના ટ્રક ચાલકો. રાત હોય કે દિવસ, ઠંડી હોય કે ગરમી ગમે તેવી સ્થિતિમાં પણ આ હાઈવેના ખરેખરા હીરોના ખભા ઉપર દેશના વિકાસની જવાબદારી છે. એટલે જ દેશમાં ટ્રકના પૈડા ક્યારેય થંભતા નથી. પરંતુ તમે જાણો છો કો દેશમાં ટ્રક ચાલકોની ભારે અછત છે. દેશભરમાં અંદાજે 85 લાખ જેટલા ટ્રક ડાઈવર્સ છે. જેમના ઉપર દેશની 2 તૃતિયાંશ એટલે કે અંદાજે 63 ટકા સરસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવાની જવાબદારી છે.

દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં સતત ફાળો આપી રહેલા ટ્રક ડ્રાઈવરો દેશ ઉપર આવી પડેલી કોરોના મહામારીમાં પણ, પોતોના પરિવારજનોની ચિંતા કર્યા દેશ બાંધવોની ચિંતા કરીને કોરોના વોરિયર્સની માફક કામ કર્યુ હતું. કોરોનાની બીજી લહેર દરમિયાન સર્જાયેલી ઓક્સિજનની ભારે અછતને પૂરી કરવા માટે, ટ્રક ડ્રાઈવરોએ બીડુ ઝડપ્યુ હતું. જેમણે દેશભરની નાની મોટી તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત દૂર કરવા રાત દિવસ જોયા વિના સતત કામ કર્યે રાખ્યુ હતુ. માત્ર ઓક્સિજન જ નહી, મેડીકલ સાધનો પણ સમયસર પહોચાડીને અનેક લોકોની જીંદગીને બચાવી લીધી હતી.

આજકાલ જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા જોવાઈ રહી છે, ત્યારે ત્રીજી લહેરથી પણ ટ્રક ચાલકો કોરોના વેકિસનને કારણે સુરક્ષિત રહેશે. ટ્રક ચાલકો જો સુરક્ષિત રહેશે તો દેશની અર્થવ્યવસ્થાનું ચક્ર પણ અવિરતપણે ફરતું રહેશે. એટલે તમામ ટ્રક ચાલકો, કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરે તે જરૂરી છે.

સાબુ અને સેનેટાઈઝરથી વારંવાર હાથ સાફ કરતા રહે. શરદી, ઉધરસ, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુરંત તબીબોનો સંપર્ક કરે. જરૂરી આરોગ્યલક્ષી તપાસ કરાવે. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે. માસ્ક અવશ્ય પહેરે. અને ગલ્ફ સુપરફ્લિટ સુરક્ષા બંધન સિઝન 3 અંતર્ગત તમારા શહેરમાં ચાલતી વેક્સીન શિબિરમાં જઈને વિનામૂલ્યે કોરોના વિરોધી રસી લાગવડાવો કેમ કે, ટ્રક ચાલકોનું રસીકરણ જ સુરક્ષાનું વચન છે.

 

 

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">