UTTRAPRADESH: ઉન્નાવ હત્યા કેસમાં પીડિતાના પરિવારજનોના વિરોધી નિવેદનોથી મામલો પેચીદો બન્યો

UTTRAPRADESH: ઉન્નાવ હત્યા કેસમાં પીડિતાના પરિવારના સભ્યોના નિવેદનોમાં તફાવત હોવાને કારણે મામલો પેચીદો છે. જયારે પોસ્ટમોર્ટમમાં અલગ જ કારણ સામે આવ્યું છે.

UTTRAPRADESH: ઉન્નાવ હત્યા કેસમાં પીડિતાના પરિવારજનોના વિરોધી નિવેદનોથી મામલો પેચીદો બન્યો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 19, 2021 | 6:54 AM

UTTRAPRADESH : ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ઘઉંના ખેતરોમાં ઘાસચારો લેવા ગયેલી ત્રણ છોકરીઓ શંકાસ્પદ હાલતમાં દુપટ્ટા સાથે બંધાયેલી હાલતમાં મળી હતી. આમાંની બે છોકરીઓના મોત નીપજ્યાં છે જ્યારે એકની હાલત ગંભીર છે. આ કેસ હવે પેચીદો થઇ રહ્યો છે અને તેનું કારણ પીડિતાના પરિવારજનોના જુદા જુદા નિવેદનો છે. નિવેદનોમાં તફાવત હોવાને કારણે પોલીસ પણ નારાજ છે અને પરિવારના કેટલાક સભ્યોને પૂછપરછ માટે લઈ ગઈ છે.

પીડિતાના ભાઈ અને માતાના વિરોધી નિવેદનો મૃતક યુવતીના ભાઈનું કહેવું છે કે તે જ્યારે સ્થળ પર પહોંચ્યો ત્યારે બંને મૃતક યુવતીઓને દુપટ્ટાથી બાંધી હતી. જ્યારે આ ઘટનામાં જે યુવતીની હાલત ગંભીર છે તેની માતાએ કહ્યું કે તેણે કોઈ પણ છોકરીને દુપટ્ટાથી બાંધેલી જોઇ નહોતી. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પીડિતોના પરિવારના નિવેદનો કેમ અલગ છે. આ માટે પોલીસે કેટલાક લોકોને પૂછપરછ માટે સાથે લઇ ગઈ છે.

પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ અલગ જ ! બંને મૃતક યુવતીઓનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર બંનેના શરીરમાંથી ઝેરી પદાર્થ મળી આવ્યા છે. તે કયા ઝેરી પદાર્થ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. રિપોર્ટના આધારે પોલીસ હજી તપાસ કરી રહી છે અને ઝેરના પ્રકારને શોધવાના પ્રયત્નો શરૂ છે. મળતી માહિતી મુજબ મૃતક યુવતીઓના શરીરમાં ઝેરી પદાર્થોની પુષ્ટિ કરવામાં આવી છે. હવે નમૂનાને લેબમાં મોકલવામાં આવશે, જ્યાં તપાસ બાદ જાણ થશે કે તે કયા પ્રકારનો ઝેરી પદાર્થ છે. તપાસમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે યુવતીઓનું મૃત્યુ ઝેરી પદાર્થને કારણે થયું હતું. પોલીસે તપાસ આગળ વધારવા માટે FSLટીમને બોલાવી છે, જે આ ઘટનાનું રિક્રીએશન કરશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

17 ફેબ્રુઆરીએ બની હતી ઘટના લખનૌથી આશરે 36 કિલોમીટર દૂર ઔષાના બાબુહારા ગામમાં એક ખેતરમાં 17 ફેબ્રુઆરીને બુધવારે સાંજે ગામના લોકોને 14, 15 અને 16 વર્ષની ત્રણ છોકરીઓ દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવી હતી. ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને યુવતીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન ત્રણમાંથી બે છોકરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે ત્રીજી છોકરીઓને તાત્કાલિક ઉન્નાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જતી અને બાદમાં કાનપુર હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">