Uttarakhand: પર્વતો પર આફત બનીને વરસ્યો વરસાદ, 200થી વધુ રસ્તાઓ થયા બંધ, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

ઉત્તરાખંડમાં ગુરુવારે મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં નૈનીતાલ, ચંપાવત, બાગેશ્વર અને પિથોરાગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.

Uttarakhand: પર્વતો પર આફત બનીને વરસ્યો વરસાદ, 200થી વધુ રસ્તાઓ થયા બંધ, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Road to Poornagiri Devi temple damaged

ઉત્તરાખંડમાં (Uttarakhand) ગુરુવારે મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. શનિવારે દહેરાદૂન અને હલ્દવાનીમાં વરસાદ સાથે દિવસની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં નૈનીતાલ, ચંપાવત, બાગેશ્વર અને પિથોરાગ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ હાલ વરસાદ અને ભૂસ્ખલનને કારણે 200 થી વધુ રસ્તા બંધ છે.

તે જ સમયે, હરિદ્વાર, દહેરાદૂન, પૌરીના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓએ વરસાદ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 24 કલાકમાં દેહરાદૂનમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડના ચંપાવતમાં સતત વરસાદને પગલે ભૂસ્ખલનને (Landslide) કારણે પૂર્ણગીરી દેવી મંદિર તરફ જતો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે.

ભૂસ્ખલનને કારણે 13 મકાનોને થયું નુકસાન

ઉત્તરાખંડમાં, સતત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાયા બાદ ગઈકાલે એક મહિલા ગુમ થઈ ગઈ હતી, જ્યારે દેહરાદૂન-ઋષિકેશ રોડ પરના પુલને નુકસાનને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું અને કાટમાળને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત અનેક માર્ગો પર ટ્રાફિક અને તૂટેલા પુલ અસ્ચ-વ્યસ્ત છે. પિથોરાગઢના ધારચુલા વિસ્તારના જોશી ગામમાં ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલનનો કાટમાળ એક ઘર પર પડતાં એક મહિલા તેની નીચે દટાઈ ગઈ હતી. મોડી રાત્રે બનેલી ઘટનાની માહિતી મળ્યા બાદ 23 વર્ષીય પશુપતિ દેવીની શોધ માટે એક ટીમ મોકલવામાં આવી છે.

જોકે, તેઓ હજુ સુધી મળ્યા નથી. ભૂસ્ખલનનાં કાટમાળને કારણે આ વિસ્તારમાં અન્ય 13 મકાનોને પણ નુકસાન થયું છે. દહેરાદૂનમાં ભારે વરસાદના કારણે સહસ્ત્રધારા-માલદેવતા માર્ગ પણ નદીમાં વધુ પાણીના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્થળ નિરીક્ષણ કર્યું અને દેહરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ કુમારને નદીને ચેનલાઈઝ કરવા અને રસ્તાના ક્ષતિગ્રસ્ત ભાગને વહેલી તકે રિપેર કરવાનો નિર્દેશ આપ્યો.

લોકોને સમયસર બચાવવામાં આવ્યા

દેહરાદૂનથી ઋષિકેશના માર્ગ પર પડેલો રાણી પોખરી પુલ પણ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જખાન નદી પરના રાણીપોઘરી પુલના બે સ્લેબ ભારે વરસાદને કારણે ધોવાઇ ગયા હતા. સવારે ઋષિકેશ ધાર તરફ 15 ફૂટનો સ્લેબ વહી ગયો ત્યારે તેના પર ત્રણ વાહનો હતા જે તેની સાથે નદીમાં પડ્યા હતા. વાહનમાં સવાર ત્રણ લોકો સામાન્ય રીતે ઘાયલ થયા હતા.

દરમિયાન, ઋષિકેશના નટરાજ ચોકમાં, પોલીસ દહેરાદૂન, હરિયાણા, હિમાચલ તરફ જતા ટ્રાફિકને નેપાળી ફાર્મના આંતરછેદ તરફ ડાયવર્ટ કરી રહી છે. આ સિવાય નરેન્દ્ર નગરથી થોડે આગળ ટિહરી તરફ જતો રસ્તો અગરખાલ નજીક તૂટી ગયો અને ધોવાઇ ગયો, ઋષિકેશ-દેહરાદૂન-હરિદ્વાર સાથે ઓલ વેધર રોડથી ટિહરી અને ઉત્તરકાશીનો સંપર્ક તુટી ગયો છે.

 

આ પણ વાંચો: Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: PM મોદીએ ભાવિના પટેલની સફળતાને કરી સલામ, ટ્વીટ કરીને કહ્યુ સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati