ઉત્તરાખંડ હોનારત : IIT રૂડકીએ રીસર્ચ શરુ કર્યું, ઘટના પાછળના કારણો જાણવાના પ્રયાસો

ઉત્તરાખંડ હોનારત : IIT રૂડકીએ રીસર્ચ શરુ કર્યું, ઘટના પાછળના કારણો જાણવાના પ્રયાસો

ઉત્તરાખંડ હોનારત : IIT રૂડકીના વૈજ્ઞાનિક અજંતા ગોસ્વામીએ કહ્યું કે ગ્લેશિયરોલોજી કમ્યુનિટીનું માનવું છે કે ગ્લેશિયર પર સંશોધન માટે ઇન્સ્ટીટયુટ ખોલવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

Nakulsinh Gohil

| Edited By: Utpal Patel

Feb 09, 2021 | 7:46 PM

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટ્યા બાદ ઘટેલી દુર્ઘટના અંગે IIT રૂડકીના સંશોધકોએ રીસર્ચ શરુ કર્યું છે. સંશોધનકારો આ દુર્ઘટનાનું કારણ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્ઘટના વિશે ચિંતિત વૈજ્ઞાનિકો માને છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તેના માટે સંશોધનના તારણો પર આધારિત કોઈ વ્યવસ્થા હોવી જોઈએ.

2013માં ઘટેલી કેદારનાથ દુર્ઘટનાથી અલગ IIT રૂડકીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2013માં કેદારનાથમાં ઘટેલી દુર્ઘટના અને ચમોલીમાં આવેલી આફત વચ્ચે મોટો તફાવત છે. હિમાલયના પ્રદેશોમાં હજારો ગ્લેશિયર્સ છે, પરંતુ આના પર સંશોધન કરવા માટે ભારતમાં એક પણ સંસ્થા નથી, જે ગ્લેશિયર પર નજર રાખી શકે. જો કે જુદી જુદી જગ્યાએ લોકો પોતાની રીતે ગ્લેશિયર પર અભ્યાસ કરે છે.

ગ્લેશિયર પર સંશોધન માટે ઇન્સ્ટીટયુટ હોવું જરૂરી IIT રૂડકીના વૈજ્ઞાનિક અજંતા ગોસ્વામીએ કહ્યું કે ગ્લેશિયરોલોજી કમ્યુનિટીનું માનવું છે કે ગ્લેશિયર પર સંશોધન માટે ઇન્સ્ટીટયુટ ખોલવું ખૂબ જ જરૂરી બની ગયું છે, જેથી સમયાંતરે આખા હિમાલય પર દેખરેખ રાખી શકાય. તેમણે કહ્યું કે તેઓ માત્ર બે-ચાર ગ્લેશિયર્સનો અભ્યાસ કરી શકે છે. જે ગ્લેશિયર્સ જે ઘણા જૂના છે તે ખાતરબનું કારણ બની શકે છે, પરંતુ વૈજ્ઞાનિકો ત્યાં સુધી પહોચી નહિ શકતા. પરિણામે સંશોધન ન થવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે.

7 ફેબ્રુઆરીએ ઘટી હતી દુર્ઘટના 7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટવાને કારણે ઋષિ ગંગા અને ધૌલી નદીમાં ભયાનક પુર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ નાશ પામ્યો છે. ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો હજી પણ ગુમ છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati