ફરી લપસી મુખ્યમંત્રી તીરથસિંહની જીભ, કહ્યું – વારાણસીમાં પણ ભરાય છે કુંભ મેળો

ફરી તીરથસિંહની જીભ લપસી. રાવતે કહ્યું કે હરિદ્વાર અને ઉજ્જૈનની સાથે વારાણસીમાં પણ કુંભની ઉજવણી કરવામાં આવે છે. હવે આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 16:17 PM, 8 Apr 2021
ફરી લપસી મુખ્યમંત્રી તીરથસિંહની જીભ, કહ્યું - વારાણસીમાં પણ ભરાય છે કુંભ મેળો
CM તીરથસિંહ રાવત

ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવત ફરી એક વખત ખોટું નિવેદન આપવા માટે ચર્ચામાં આવ્યા છે. હરિદ્વારમાં કુંભ દરમિયાન ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધન કરતી વખતે ભાષણમાં ફરી તેમની જીભ લપસી હતી. રાવતે કહ્યું કે હરિદ્વાર અને ઉજ્જૈનની સાથે વારાણસીમાં પણ કુંભની ઉજવણી કરવામાં આવે છે. આ નિવેદનનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

શું કહ્યું ઉત્તરાખંડના સીએમએ?

કુંભ વિશે વાત કરતી વખતે સીએમ રાવતની જીભ લપસી ગઈ. તેમણે કહ્યું, “મહાકુંભ દર 12 વર્ષે આવે છે. દર વર્ષે આવતી નથી. મેળાઓ દરેક જગ્યાએ હોય છે, ગમે ત્યાં મેળા હોઈ શકે છે. પરંતુ કુંભ હરિદ્વારમાં જ થાય છે, 12 વર્ષમાં એક વાર થાય છે, વારંવાર થતો નથી. બનરાસમાં (વારાણસીમાં) થાય છે, ઉજ્જૈનમાં થાય છે. તેથી આ ભવ્ય-દિવ્ય હોવો જોઈએ. ભવ્ય-દિવ્ય હોવા છતાં, પ્રકૃતિમાં કોરોના છે જેનાથી સમગ્ર દેશ જ નહીં વિશ્વ પણ મુશ્કેલીમાં મુકાયું છે. પીડિત થઇ રહ્યું છે. આદરણીય વડા પ્રધાન મોદીજીના નેતૃત્વ હેઠળ આજે આ સમસ્યાને બહાર લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

 

 

તમને જણાવી દઈએ કે દેશમાં ચાર સ્થળોએ દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે. આ સ્થાનો ઉત્તરાખંડમાં હરિદ્વાર, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ, મધ્ય પ્રદેશના ઉજ્જૈન અને મહારાષ્ટ્રમાં નાસિક છે. આ ચાર જિલ્લાઓમાં દર વર્ષના અંતરે અર્ધ કુંભનું પણ આયોજન કરવામાં આવે છે.

ભૂતકાળમાં પણ આપ્યા છે વિવાદિત નિવેદન

નોંધપાત્ર છે કે, આ પહેલીવાર નથી જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કોઈ તથ્યને ખોટી રીતે રજૂ કર્યું હોય. અગાઉ દેશની ગુલામી અંગે તેમણે કહ્યું હતું કે ભારત અન્ય દેશોની તુલનામાં કોરોના કટોકટી સામે વધુ સારું કામ કરી રહ્યું છે. તે જ અમેરિકા, જેણે અમને 200 વર્ષ ગુલામ રાખ્યો અને વિશ્વ પર રાજ કર્યું, તે વર્તમાન સમયમાં સંઘર્ષ કરી રહ્યું છે.

જિન્સ અંગે તીરથસિંહ રાવતનાં નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે મહિલાઓ ફાટેલી જીન્સ પહેરે છે, જે સંસ્કૃતિને ક્યાંક જોખમમાં મૂકે છે. આ સમય દરમિયાન, તેમણે હવાઈ મુસાફરીનો પોતાનો અનુભવ પણ શેર કર્યો. તેમના નિવેદનમાં વિવાદ ઉભો થયા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પણ માફી માંગી હતી.

આ ઉપરાંત તીરથસિંહે પ્રધાનમંત્રી મોદીની સરખામણી ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરી હતી. ત્યારે પણ ખુબ ચર્ચામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: હાઈકોર્ટની કેન્દ્ર અને ચૂંટણી પંચને ફટકાર: વગર માસ્કે થતા ચૂંટણી પ્રચાર પર હાઈકોર્ટે મોકલી નોટીસ

આ પણ વાંચો: નરોત્તમ મિશ્રાએ મમતા બેનર્જી અને મુખ્તાર અંસારી પર કર્યો કટાક્ષ, કહ્યું – દેશમાં બે વ્હીલચેર પ્રખ્યાત છે