યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર સ્થળ પર ગંગાજળ અને કાબુલ નદીનું જળ અર્પણ કર્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, મારા અયોધ્યા જવાનો મુખ્ય હેતુ એ છે કે અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કાબુલ નદીનું જળ શ્રી રામ જન્મ ભૂમિને સમર્પિત કરવા મોકલ્યું છે. એ ભાવનાને હું ખાસ આ પ્રસંગ સાથે સાંકળવા જાઉં છું.

યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર સ્થળ પર ગંગાજળ અને કાબુલ નદીનું જળ અર્પણ કર્યું
Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 7:07 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) રવિવારે અયોધ્યામાં રામ જન્મ ભૂમિ (Ayodhya Ram Janmabhoomi) ખાતે કાબુલ નદી અને ગંગાનદીનું જળ અર્પણ કર્યું હતું. કાબુલ નદીનું જળ અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ જન્મ ભૂમિ પર અર્પણ કરવા મોકલ્યું હતું.

અયોધ્યામાં મુખ્યમંત્રીએ કહ્યું, ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે મને ગંગાજળ સાથે કાબુલ નદીમાંથી આવતા પાણીને સમર્પિત કરવાનો લહાવો મળ્યો છે. યોગીએ કહ્યું, તમે અંદાજ લગાવી શકો છો કે અફઘાનિસ્તાનમાં કેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિઓમાં પણ જો કોઈ છોકરી શ્રી રામ જન્મ ભૂમિ સંકુલમાં ભેટ મોકલે તો તે ખૂબ જ પ્રશંસાપાત્ર છે. એ ભાવનાઓનું સન્માન કરવા આજે હું પોતે આ જળ લઈને અયોધ્યા આવ્યો છું.

કાબુલ નદીનું જળ અર્પણ કરવા યોગી પહોંચ્યા અયોધ્યા જતા પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં પત્રકારોને જણાવ્યું હતું કે, મારા અયોધ્યા જવાનો મુખ્ય હેતુ એ છે કે અફઘાનિસ્તાનની એક યુવતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કાબુલ નદીનું જળ શ્રી રામ જન્મ ભૂમિને સમર્પિત કરવા મોકલ્યું છે. એ ભાવનાને હું ખાસ આ પ્રસંગ સાથે સાંકળવા જાઉં છું.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

થોડી જ વારમાં યોગી હેલિકોપ્ટરથી અયોધ્યા ગયા. તેમણે કહ્યું કે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે, ત્યાં દુનિયાભરની પવિત્ર નદીઓના જળનો ઉપયોગ કરવામાં આવશે અને કાબુલની આ યુવતીએ ભક્તિનું ઉદાહરણ આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાનની આ યુવતીની પ્રશંસા કરી.

દિવાળીની તૈયારીઓ યોગી સરકાર અયોધ્યામાં દીપોત્સવની ઉજવણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્ય સરકારે રામનગરીને ગાયના છાણમાંથી બનાવેલા દીવાઓથી રોશન કરવાની તૈયારીઓ કરી છે. આ વખતે દિવાળીમાં અયોધ્યામાં પાંચ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે.

આ પણ વાંચો : PM MODI કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે, BJPનું રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન

આ પણ વાંચો : ‘હું મરી જઈશ પણ ભાજપ સાથે કોઈ સંબંધ નહીં રાખું’, પ્રિયંકા ગાંધીએ સંકલ્પ રેલીમાં યોગી સરકાર પર કર્યા પ્રહાર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">