Uttar Pradesh: યુપીમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે ! સીએમ યોગીએ બોલાવી મહત્વની બેઠક

આ બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જેથી સામાન્ય માણસને થોડી રાહત મળી શકે. નોંધનીય છે કે રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે, જ્યારે ડીઝલ પણ સદી ફટકારવાની નજીક પહોંચી ગયું છે.

Uttar Pradesh: યુપીમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે ! સીએમ યોગીએ બોલાવી મહત્વની બેઠક
Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 2:22 PM

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol and Diesel Price) સતત વધારો થઈ રહ્યો છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 પ્રતિ લીટરને પાર કરી ગયા છે. આ સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે જનતાના ખિસ્સા પર સીધી અસર જોવા મળી રહી છે. ડીઝલના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થો અને અન્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેથી, ઉત્તર પ્રદેશના લોકોને રાહત આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સાંજે 5:30 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં સરકાર ટેક્સમાં ઘટાડો કરી શકે છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને રાજ્ય સરકાર ચિંતિત છે. કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભાવને કારણે જનતાના નિશાના પર છે. કેન્દ્રમાં અને યુપીમાં પણ ભાજપની સરકાર છે. આ સાથે રાજ્યમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આ સ્થિતિમાં જનતાની નારાજગીનો માર સરકારને ભોગવવો પડી શકે છે. તેથી પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતા ટેક્સને રાજ્ય સરકાર વસૂલવાનું આયોજન કરી રહી છે.

યોગી સરકાર વેટમાં ઘટાડો કરી શકે છે જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. જેથી સામાન્ય માણસને થોડી રાહત મળી શકે. નોંધનીય છે કે રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે, જ્યારે ડીઝલ પણ સદી ફટકારવાની નજીક પહોંચી ગયું છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જાણો રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે જો ઉત્તર પ્રદેશમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો ગુરુવારે પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું, જ્યારે ડીઝલ 97.48 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. બીજી તરફ જો રાજ્ય સરકાર ટેક્સમાંથી તેનો હિસ્સો ઘટાડશે તો ડીઝલ અને પેટ્રોલના ભાવમાં જનતાને થોડી રાહત મળી શકે છે. જોકે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજ્યોને ટેક્સ ઘટાડવા માટે કહ્યું હતું. પરંતુ કોઈ પણ રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો નથી.

આ પણ વાંચો : Big News : NTAને પરિણામો જાહેર કરવા લીલી ઝંડી, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો

આ પણ વાંચો : ન્યાય માટે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર મેદાને, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી ન્યાયની માગ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">