Uttar Pradesh: Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને હજુ રાહત નહી, લખીમપુર કોર્ટે 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યો

પત્રકાર અને Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ધાર્મિક લાગણી ભડકાવવા બદલ ધરપકડ કરી હતી. યુપીની લખીમપુર કોર્ટે ઝુબેરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

Uttar Pradesh: Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને હજુ રાહત નહી, લખીમપુર કોર્ટે 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યો
Mohammad ZubairImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 5:11 PM

લખીમપુરની મોહમ્મદી સેશન્સ કોર્ટે આજે Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર (Mohammed Zubair)ને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. મોહમ્મદ ઝુબેરને સીતાપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. FIRમાં તેમની વિરુદ્ધ કલમ 153B, 505(1)(b),  505(2) ઉમેરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2021માં સુદર્શન ન્યૂઝના એક કર્મચારીએ ફેક્ટ ચેક ટ્વિટ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ ઝુબેર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસે ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં પત્રકાર અને Alt ન્યૂઝના (Alt News) સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે IPC કલમ 153A અને કલમ 295A હેઠળ તેની ધરપકડ કરી હતી. જો કે હાલ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ઝુબેર જે વેબસાઈટના સહ-સ્થાપક છે તેના સ્થાપક પ્રતીક સિંહાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે ધરપકડ પહેલા દિલ્હી પોલીસે ઝુબેર અને તેના પરિવારને FIR વિશે કોઈ સૂચના આપી ન હતી.

કેવી રીતે થઈ ધરપકડ?

મીડિયા રિપોર્ટ અનુસાર પ્રતીક સિન્હાનું કહેવું છે કે, ઝુબેરની ધરપકડમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. દિલ્હી પોલીસે ઝુબેરને કોઈ અન્ય કેસની પ્રાથમિક તપાસમાં પૂછપરછ માટે જોડાવા માટે બોલાવ્યો હતો, અને અન્ય કેસમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શું છે દિલ્હી પોલીસની દલીલો

દિલ્હી પોલીસનું કહેવું છે કે ઝુબૈર સાથે જોડાયેલા જૂના કેસમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, એ કિસ્સામાં તેનુ કોઈ વાંધાજનક ટ્વીટ નથી મળ્યુ. ઝુબેરની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જે તેમના દ્વારા કરવામાં આવેલા વાંધાજનક ટ્વીટ સાથે સંબંધિત છે. પોલીસને ટ્વિટર હેન્ડલ પરથી એલર્ટ મળ્યું હતું. જેમા વાંધાજનક ટ્વીટ ઝુબેરનું હતું, તેના સમર્થકો તે ટ્વિટને વધુ ફેલાવી રહ્યા છે અને નફરતનો માહોલ વધારી રહ્યા છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસે ઝુબેરની તેના ટ્વીટ દ્વારા ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપમાં 27 જૂને ધરપકડ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">