Krishna Janmashtami 2021 : CM યોગી આદિત્યનાથ આજે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી માટે પહોંચશે મથુરા, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

સમગ્ર દેશમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મથુરામાં કૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમમાં હાજરી આપશે.

Krishna Janmashtami 2021 : CM યોગી આદિત્યનાથ આજે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી માટે પહોંચશે મથુરા, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
CM Yogi Adityanath (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 9:45 AM

Krishna Janmashtami 2021 :  ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સોમવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દર્શન કરવા માટે મથુરા જશે. ઉપરાંત તેઓ મથુરાના રામલીલા મેદાનમાં રવિવારથી ત્રણ દિવસીય કૃષ્ણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે તે કાર્યક્રમમાં પણ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે,ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદના સીઈઓ નાગેન્દ્ર પ્રતાપે (CEO Nagendra pratap) આ માહિતી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન કાઉન્સિલ, રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

કાઉન્સિલના ઉપાધ્યક્ષ શૈલજાકાંત મિશ્રાએ આપી માહિતી

કાઉન્સિલના ઉપાધ્યક્ષ શૈલજાકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બપોરે 3.30 વાગ્યે મથુરા આવશે અને તેઓ કૃષ્ણ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા રામલીલા મેદાન જશે. વધુમાં મિશ્રાએ(Shailajakant Mishra)  જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી લગભગ 90 મિનિટ સુધી મથુરાના કાર્યક્રમમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરોની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાની મુલાકાતને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

CM યોગીનો કૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ

સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મથુરાની (Mathura) મુલાકાત કરશે,તેના કાર્યક્રમ મુજબ તેઓ સોમવારે બપોરે 3:20 વાગ્યે મથુરા પહોંચશે. તમને જણાવી દઈએ કે, તે મુખ્યમંત્રી બપોરે 1:55 વાગ્યે લખનૌથી રવાના થશે.ઉપરાંત 4:35 વાગ્યે CM યોગી કૃષ્ણ જન્મભૂમિની મુલાકાત લેશે અને પૂજા બાદ CM યોગી સવારે 4:55 વાગ્યે હેલીપેડ ઓમ પેરેડાઇઝ માટે શ્રી કૃષ્ણ જન્મભૂમિથી રવાના થશે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

ઉત્તર પ્રદેશના DGP મુકુલ ગોયલે જન્માષ્ટમી નિમિત્તે તહેવાર સંબંધિત વિશેષ માર્ગદર્શિકા (Guideline) આપી છે.આ સાથે મુખ્યપ્રધાન યોગીની મુલાકાતને લઈને DGP એ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે નિર્દેશ કર્યા છે.

આ પણ વાંચો: Maharashtra : રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવશે ? કેન્દ્રની સૂચનાઓ પર CM ઉદ્ધવ ઠાકરે લઈ શકે છે નિર્ણય

આ પણ વાંચો: Insas Rifle: ઈન્સાસ રાયફલને AK-103થી બદલશે ભારતીય વાયુ સેના, ભારતની યુદ્ધ ક્ષમતામાં થશે વધારો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">