UTTAR PRADESH : ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના 44 ડબ્બા પાટા પરથી ઉતર્યા, એક બાળકનું મોત

બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઇટાવા પોલીસના જણાવ્યા અનુસાર એક માલગાડીની બોગી 25 ફૂટ ઊંડા ખાડા પાસે પલટી ગઇ હતી. તે સમયે એક 14 વર્ષનું બાળક જે ઘેટાંને ચરાવી રહ્યું હતું તેનું મોત થયું.

UTTAR PRADESH : ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના, માલગાડીના 44 ડબ્બા પાટા પરથી ઉતર્યા, એક બાળકનું મોત
Uttar Pradesh A major rail accident in Etawah, 44 freight trains derailed

UTTAR PRADESH : ઉત્તરપ્રદેશ ઇટાવા (Etawah) જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ ત્રણ ઈજાગ્રસ્તો ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત આજે 20 સપ્ટેમ્બરે સાંજે 5.30 કલાકે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રેલ માર્ગ પર થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે રેલવે લાઇનની બાજુમાં રેલવેની વીજ પુરવઠાની લાઇનને ખરાબ રીતે નુકસાની થવા પામી હતી. આ દુર્ઘટનામાં રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થવાની પણ સંભાવના છે.

ચૂનાના પત્થરોથી ભરેલી હતી માલગાડી
ચૂનાના પત્થરોથી ભરેલી આ માલગાડી ઝારખંડના બોકર સ્ટીલ પ્લાન્ટ જઈ રહી હતી. આ માલગાડી ઘણા ડબ્બાઓ વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના મહોલા ગામ પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જે બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચૂનાના પત્થરથી ભરેલી માલગાડીના 58 ડબ્બાઓ ઝારખંડમાં બોકારો સ્ટીલ પ્લાન્ટનો માલ લઇ જઇ રહી હતી. રસ્તામાં 44 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટનામાં ત્યાં હાજર 14 વર્ષના એક કિશોરનું મોત થયું છે.

25 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો માલગાડીનો એક ડબ્બો
પોલીસના જણાવ્યા અનુસાર, માલગાડીનો એક ડબ્બો25 ફૂટ ઊંડા ખાડા પાસે પલટી ગયો હતો, ત્યારે નીચે એક 14 વર્ષનો કિશોર ઘેટાં ચરાવી રહ્યો હતો તે આ દુર્ઘટનાનો ભોગ બન્યો, જયારે સચિન દિવાકર, અનુરાગ, ગૌરવ અને સુમન નામના તરલ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બાદ ટ્રેન સેવા લાંબા સમય સુધી સ્થગિત રહી હતી. ખાસ ક્રેન બોલાવીને બોગીઓને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

છેલ્લા 28 દિવસમાં ઇટાવામાં બીજો રેલ અકસ્માત
વરિષ્ઠ ડીએફસી અધિકારી નીરજ વર્માએ જણાવ્યું હતું કે, માલગાડી જેસલમેરના સોનુ રેલવે સ્ટેશનથી બોકારો સ્ટીલ પ્લાન્ટ તરફ જઈ રહી હતી. સદનસીબે આ ઘટનામાં ટ્રેન સ્ટાફને કોઈ ઈજા થઈ નથી. ક્રેન ઘટનાસ્થળે પહોંચી છે. ટ્રેકને સાફ કરવામાં 24 થી 48 કલાકનો સમય લાગશે. જણાવવામાં આવી રહ્યું છે કે ઇટાવા જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં આ બીજો રેલ અકસ્માત છે. અગાઉ 23 ઓગસ્ટે જસવંતનગર પાસે 17 ડબ્બાઓ પલટી ગયા હતા.

આ પણ વાંચો : પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati