અમેરિકાના વિશેષ દૂત John Kerry એ કરી ભારતની પ્રસંશા, કહ્યું, “ભારતમાં ઝડપથી દુર થઇ રહી છે ગરીબી”

અમેરિકાના વિશેષ દૂત John Kerry જળવાયું સંબંધી ચર્ચા કરવા માટે ભારતના ચાર દિવસના પ્રવાસે છે.

  • Tv9 webdesk42
  • Published On - 20:58 PM, 6 Apr 2021
અમેરિકાના વિશેષ દૂત John Kerry એ કરી ભારતની પ્રસંશા, કહ્યું, "ભારતમાં ઝડપથી દુર થઇ રહી છે ગરીબી"
અમેરિકાના વિશેષ દૂત John Kerry

અમેરિકાના વિશેષ દૂત John Kerry એ ભારતમાં ગરીબી ઉન્મૂલન અંગે થઇ રહેલા ભારત સરકારના પ્રયાસો અંગે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના વિશેષ દૂત જોન કેરી જળવાયું સંબંધી ચર્ચા કરવા માટે ભારતના ચાર દિવસના પ્રવાસે છે. પોતાના પ્રવાસના પ્રથમ દિવસે તેઓએ આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ચાર દિવસના પ્રવાસે જોન કેરી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડેનના વિશેષ દૂત જ્હોન કેરી (John Kerry)તેમની ચાર દિવસીય મુલાકાતે જળવાયુ સંબધિત પ્રશ્નો પર ચર્ચા કરવા ભારત પહોંચ્યા છે. ભારત પહોંચ્યા પછી તેઓ તેમના સાત સભ્યોના યુએસ પ્રતિનિધિમંડળ સાથે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરને મળ્યા. જાવડેકરે બેઠકમાં આઠ સભ્યોના ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે જાવડેકરે ટ્વિટ કર્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિના ખાસ દૂત જોન કેરી સાથે જળવાયુ અંગે ઉપયોગી વાતચીત થઈ છે. અમે હવામાન, નાણાં, સંયુક્ત સંશોધન અને સહયોગ સહિત અનેક બાબતો પર ચર્ચા કરી.

 US Special Envoy John Kerry praises India, saying "poverty is rapidly disappearing in India"

ભારતમાં ઝડપથી દુર થઇ રહી છે ગરીબી
અમેરિકાના વિશેષ દૂત John Kerry એ એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ભારતની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત એક નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે, જેના હેઠળ લાખો લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. ભારત વૈશ્વિક મંચ પર એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિશ્વના અન્ય દેશોની ભાગીદારીમાં ભારતે લીધેલા નિર્ણયથી આવનારી પેઢીનું તેમનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે.

કોરોના મહામારીમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ
કોરોના વેક્સીનને દુનિયના વિવિધ દેશોમાં પહોચડવા સહિતના અનેક મુદ્દાઓ પર ભારતનું વશ્વિક નેતૃત્વ મહત્વનું રહ્યું છે. જોન કેરીએ કહ્યું હું વિશેષ આભારી છું કે ભારત જળવાયું પર ઝડપથી કામ કરી રહ્યું છે.તમે રીન્યુએબલ એનર્જીમાં નિ:શંકપણે વિશ્વમાં અગ્રેસર છો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સૌરઉર્જાના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ વિશ્વના અન્ય ગતિશીલ વિકસિત અર્થતંત્રોને આગળ વધારવામાં મદદરૂપ થશે.

વડાપ્રધાન મોદીની કરી પ્રસંશા
વડાપ્રધાન મોદીની કરી પ્રસંશા કરતા અમેરિકાના વિશેષ દૂત John Kerry એ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સનું તમારું નેતૃત્વ ભારત અને વિશ્વભરની અન્ય ગતિશીલ અર્થવ્યવસ્થામાં સ્વચ્છ ઉર્જાને આગળ વધારવાનું વચન આપે છે. વડાપ્રધાન મોદી (PM MODI) દ્વારા 2030 સુધીમાં રીન્યુએબલ એનર્જીના 450 ગીગાવોટ ઉત્પાદનના લક્ષ્યાંકની ઘોષણા એ સ્વચ્છ ઉર્જાથી વિકસિત અર્થવ્યવસ્થાને કેવી રીતે શક્તિ આપવી તે તેનું એક મજબૂત ઉદાહરણ છે.ભારત વિશેના તાજેતરના આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના વિશેષ અહેવાલમાં ઉલ્લેખ છે કે તમે 2040 સુધીમાં સૌર અને સંગ્રહમાં વૈશ્વિક બજારના નેતા બનવાની ગતિએ છો. વિશ્વમાં અન્ય દેશો કરતાં ભારતમાં સોલાર પાવર બનાવવાનું સસ્તું છે.