યુએસ નેવીના ઓપરેશન ચીફ માઈકલ ગિલ્ડેએ ભારતીય નૌકાદળ સાથેના સંબંધોને ‘અતૂટ’ ગણાવ્યા

યુએસ નેવી ચીફ ઓફ ઓપરેશન્સ એડમિરલ માઇકલ ગિલ્ડેએ શુક્રવારે કહ્યું હતું કે, મજબૂત દરિયાઇ દળ વિના દરિયામાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી.

યુએસ નેવીના ઓપરેશન ચીફ માઈકલ ગિલ્ડેએ ભારતીય નૌકાદળ સાથેના સંબંધોને 'અતૂટ' ગણાવ્યા
us Navy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 11:50 PM

યુએસ નેવી ચીફ ઓફ ઓપરેશન્સ એડમિરલ માઇકલ ગિલ્ડેએ શુક્રવારે કહ્યું હતું કે, મજબૂત દરિયાઇ દળ વિના દરિયામાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી. આ સાથે, તેમણે ભારત અને અમેરિકાની નૌકાદળો વચ્ચેના જોડાણને ‘અતૂટ’ ગણાવ્યું. એડમિરલ ગિલ્ડેએ મુંબઈ સ્થિત ભારતીય નૌકાદળના પશ્ચિમી કમાન્ડની મુલાકાત વખતે આ નિવેદન આપ્યું હતું. તેમના સંબોધનમાં, એડમિરલ ગિલ્ડેએ ઇન્ડો-પેસિફિકને “વર્તમાન અને ભવિષ્યમાં આશાનું કિરણ” બનાવવા માટે બંને નૌકાદળોએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અમેરિકી નૌકાદળના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું હતું કે, સમુદ્ર અને ઉપર બંને બાજુએ “શાંતિ અને સમૃદ્ધિ” માટે ચૂકવણી કરવાની કિંમત છે. એડમિરલ ગિલ્ડેએ કહ્યું, ‘મજબૂત દરિયાઈ બળ વિના સમુદ્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી.’ ગિલ્ડે ભારતની પાંચ દિવસની મુલાકાતે છે જેના અંતે તેઓ મુંબઈ પહોંચ્યા. તેમણે કહ્યું કે, અમારું જોડાણ અતૂટ છે. યુએસ નેવી અમારી નૌકાદળો વચ્ચે કાયમી સહયોગ જાળવવા અને વધારવા માટે પ્રતિબદ્ધ છે. હું તેના માટે પ્રતિબદ્ધ છું. અલબત્ત આપણી તાકાત એકતામાં રહેલી છે.

યુએસ નેવીના ટોચના કમાન્ડર ‘કાર્લ વિન્સન’ પર ભારતીય અધિકારીઓનું મેજબાની કરી

યુએસ નેવલ ઓપરેશન્સના ચીફ એડમિરલ માઇકલ ગિલ્ડેએ ગુરુવારે બંગાળની ખાડીમાં પરમાણુ સંચાલિત યુએસ એરક્રાફ્ટ કેરિયર “કાર્લ વિન્સન” પર સવાર ભારતીય નૌકાદળના ચીફ એડમિરલ કરમબીર સિંહ અને અન્ય 11 વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની મેજબાની કરી હતી. અમેરિકાએ માલાબાર અભ્યાસના બીજા તબક્કા દરમિયાન તેના વિમાનવાહક જહાજને તૈનાત કર્યું છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન – ક્વાડ દેશોની નૌકાદળો આ અભ્યાસમાં ભાગ લઈ રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

યુએસ નેવીએ કહ્યું કે, એડમિરલ ગિ્લડેએ ગુરુવારે માલબાર કવાયત દરમિયાન કાર્લ વિન્સન પર સવાર 12 ભારતીય વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની મીજબાની કરી હતી. ચાર દિવસની કવાયત મંગળવારે શરૂ થઈ. એડમિરલ ગિલડે 11 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારતની પાંચ દિવસની મુલાકાતે છે.

આ પણ વાંચો: Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">