મહિલાઓ માટે ખૂશખબર, UPSC એ અપરિણીત મહિલાઓને NDA અને નૌસેના એકેડમીની પરીક્ષા માટે આપી મંજુરી

અપરિણીત મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નૌસેના એકેડેમીની પરીક્ષાઓ માટે અરજી કરવા મટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા પરવાનગી આપવામાં આવી છે.

મહિલાઓ માટે ખૂશખબર, UPSC એ અપરિણીત મહિલાઓને NDA અને નૌસેના એકેડમીની પરીક્ષા માટે આપી મંજુરી
upsc allowed unmarried women to apply for NDA and naval academy exam

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ અપરિણીત મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને નૌસેના એકેડેમીની પરીક્ષાઓ માટે અરજી કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ UPSC દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. કોર્ટના નિર્દેશનું પાલન કરીને, UPSC એ upsconline.nic.in પર મહિલાઓની અરજી મંગાવી છે.

આ તારીખ સુધીમાં મહિલા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે

UPSC દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસમાં જણાવવામાં આવ્યુ છે કે, સંરક્ષણ મંત્રાલય (Ministry of Defense)તરફથી માહિતી મળ્યા બાદ મહિલા ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની સંખ્યા સૂચિત કરવામાં આવશે. યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, મહિલા ઉમેદવારો માટે અરજી 24 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે.

ફી ભરવાની જરૂર રહેશે નહિ

UPSCના જણાવ્યા અનુસાર મહિલા ઉમેદવારોએ 8 ઓક્ટોબર 2021 સુધીમાં અરજી કરવાની રહેશે.આ પરીક્ષાની અરજી કરવા માટે મહિલા ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની જરૂર રહેશે નહિ.

પરીક્ષા 14 નવેમ્બરે યોજાશે

એક અધિકારીના જણાવ્યા અનુસાર,આ પરીક્ષા 14 નવેમ્બરના રોજ યોજાશે. નેશનલ ડિફેન્સ એકેડેમી અને નૌસેના એકેડેમી પરીક્ષા, 2021 માં મહિલા ઉમેદવારોને કામચલાઉ અને અદાલતમાં પેન્ડિંગ પિટિશનના (Petition)અંતિમ પરિણામને આધિન અથવા આવા અન્ય આદેશને આધિન રહેશે.

સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ નિર્દશ

સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટના રોજ પાત્ર મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમીમાં (National Defence Academy)પ્રવેશ માટે પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ઋષિકેશ રોયની ખંડપીઠે કુશ કાલરા નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો.તમને જણાવી દઈએ કે,કુશ કાલરા નામના વ્યક્તિએ મહિલાઓને NDAઅને નૌસેના એકેડમીમાં પ્રવેશ આપવા માટે પિટીશન દાખલ કરી હતી.

 

આ પણ વાંચો: Delhi : રોહિણી કોર્ટના પરિસરમાં ફાયરિંગ, ગેંગસ્ટાર જીતેન્દ્ર ગોગી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચો: Paternity Leave : હવે બાળકના જન્મ બાદ સારા ઉછેર અને પત્નીની દેખભાળ માટે પતિને મળી રહી છે રજા, આ ભારતીય કંપનીએ કરી પહેલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati