યુપીના પ્રોફેસરે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની વિશે ફેસબુકમાં કરી અશ્લિલ પોસ્ટ, જાણો પછી શુ થયુ

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરનાર શહરિયર અલી  એસઆરકે કોલેજમાં પ્રોફેસર તેમજ ઇતિહાસ વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. આ અશ્લીલ પોસ્ટ કરવાની ઘટનામાં પ્રોફેસર વિરુદ્ધ ભાજપ જીલ્લામંત્રીએ રામગઢ પોલીસ સ્ટેશનમાં 7 માંર્ચ 2021એ એફઆઈઆર નોંધાવી હતી. 

  • Updated On - 6:55 pm, Wed, 21 July 21 Edited By: Nidhi Bhatt
યુપીના પ્રોફેસરે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની વિશે ફેસબુકમાં કરી અશ્લિલ પોસ્ટ, જાણો પછી શુ થયુ

બંધારણની કલમ 19 (1) (એ) હેઠળ તમામ નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ આને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

જો કે, અભિવ્યક્તિની આ સ્વતંત્રતાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે જેમાં દરેક વ્યક્તિએ સરકાર દ્વારા બનાવાયેલા કાયદાનું પાલન કરવાનું રહે છે. તેમજ તમારા દ્વારા અન્યને નુકસાન ન થાય તે પણ ધ્યાન રાખવાનુ હોય છે.

સોશીયલ મીડીયા(Social Media)માં તમારી કોઈપણ પોસ્ટથી કોઈની લાગણી દુભાય અથવા કોઈ સમુદાયો વચ્ચે નફરત ફેલાઈ તો તમારે જેલની હવાનો ખાવી પડી શકે છે. ભારતીય સંસદે સાયબર ક્રાઇમ અટકાવવા માટે વર્ષ 2000 માં ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે આઇટી એક્ટ બનાવ્યો હતો.

આ કાયદા હેઠળ, જો તમે ફેસબુક, ટ્વિટર, ટિક ટોક, શેર ચેટ, યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પર કોઈ પણ વાંધાજનક પોસ્ટ કરો છો. તો તમને જેલ થઈ શકે છે.તેમજ દંડ ભરવો પડી શકે છે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાં પ્રકાશમાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં એક પ્રોફેસરે ફેસબુક (facebook) પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને પ્રોફેસરને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

ફિરોઝાબાદ પોલીસે માર્ચમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની વિરુદ્ધ એસઆરકે કોલેજમાં ઇતિહાસ વિભાગના વડા તરીકે ફરજ બજાવતાં શહરિયર અલી પર અશ્લીલ ફેસબુક પોસ્ટ મુકવાનો કથિત આરોપ મૂક્યો હતો.  ત્યારબાદ કોલેજે તેને સસ્પેન્શન નોટિસ પણ મોકલી હતી.

પ્રોફેસર શહરિયાર અલીએ મંગળવારે એડિશનલ સેશન્સ જજ(Additional Sessions Judge) અનુરાગ કુમાર પાસે શરણાગતિ સ્વીકારી હતી અને મંગળવારે વચગાળાના જામીન માટે અરજી કરી હતી.  જોકે ન્યાયાધીશે આ જામીન અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ પ્રોફેસરને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો, એવું એક ન્યૂઝ એજન્સીનાં અહેવાલમાં જાણવા મળ્યું છે.

ભાજપ સાંસદ અને કેન્દ્રિય મંત્રી વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરનાર શહરિયર અલી  એસઆરકે કોલેજમાં પ્રોફેસર તેમજ ઇતિહાસ વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. આ અશ્લીલ પોસ્ટ કરવાની ઘટનામાં પ્રોફેસર વિરુદ્ધ ભાજપ જીલ્લામંત્રીએ રામગઢ પોલીસ સ્ટેશનમાં 7 માંર્ચ 2021એ એફઆઈઆર નોંધાવી હતી.

પ્રોફેસરેના વકિલે એવી દલીલ કરી હતી કે, પ્રોફેસરનું ફેસબુક અકાઉન્ટ કોઈએ હેક કર્યું હતું અને કોઈ હેકરે આ પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ સાથે પ્રોફેસરને કંઈ લેવા-દેવા નથી.

પરંતુ મે મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટે આગોતરા જામીનની આ અરજી ફગાવી હતી અને ન્યાયાધીશ જે.જે. મુનિરે કહ્યું કે અકાઉન્ટ હેક થયું હોય એ વાતમાં તથ્ય નથી કારણકે  અકાઉન્ટ હેક થયું છે એવાં પુરાવા રજુ કરી શક્યાં નથી માટે આ પોસ્ટ પ્રોફેસર દ્વારા જ કરવામાં આવી છે. માટે પ્રોફેસરની ધરપકડ રોકી શકાય નહી.

આ પણ વાંચો : Ola Electric Scooter: હવે આવશે પેટ્રોલ જેટલી જ એવરેજ આપતુ ઈલેક્ટ્રીક સ્કુટર, જાણો શું હશે નવા ફીચર્સ