UP: હાપુડની શાળાના શિક્ષકે બે અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીને યુનિફોર્મ ઉતારવા પાડી ફરજ, જાણો શુ છે આખો મામલો

હાપુડની એક સરકારી શાળામાં શિક્ષકોએ બે અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીને યુનિફોર્મ ઉતારવાની ફરજ પાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના 11 જુલાઈના રોજ બની હતી. ઘટના સામે આવ્યા બાદ પોલીસે બંને શિક્ષકો સામે ગુનો પણ નોંધ્યો છે.

UP: હાપુડની શાળાના શિક્ષકે બે અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીને યુનિફોર્મ ઉતારવા પાડી ફરજ, જાણો શુ છે આખો મામલો
હાપુડની શાળામાં યુનિફોર્મ વિવાદImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 11:09 AM

ઉત્તર પ્રદેશ (UP)ના હાપુડ (Hapur)માં એક સરકારી શાળામાં શિક્ષકો દ્વારા બે અનુસૂચિત જાતિ (SC)ની વિદ્યાર્થિનીને તેમનો યુનિફોર્મ ઉતારવા દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 11 જુલાઈની છે. આ મામલો સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકોને સસ્પેન્ડ કીરી દેવામાં આવ્યા છે. જોકે પોલીસે પણ બંને શિક્ષકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ઘટના ધૌલાના બ્લોકના દહીરપુર ગામમાં આવેલી કમ્પોઝિટ પ્રાથમિક શાળાની હોવાનું જણાવાયુ છે. આ શાળામાં ભણતી બે અનુસૂચિત જાતિની વિદ્યાર્થિનીઓએ શાળાના બે શિક્ષકો પર યુનિફોર્મ  (UniForm)ઉતારી અન્ય છોકરીઓને પહેરાવવાનો આરોપ લગાવ્યો છે. બંને વિદ્યાર્થિનીના વાલીઓના જણાવ્યા અનુસાર, શિક્ષકો સ્કૂલ ડ્રેસમાં વિદ્યાર્થિનીઓના ફોટા લઈ રહ્યા હતા, પરંતુ શિક્ષકોએ તેમની દીકરીઓના ફોટા ન લીધા,ઉલટાનુ તેમનો યુનિફોર્મ ઉતારી અન્ય બે વિદ્યાર્થિનીને આપવા કહ્યુ હતુ. જે તે દિવસે સ્કૂલ ડ્રેસમાં આવી ન હતી.

માર મારી ઉતારાવ્યો યુનિફોર્મ

વાલીઓએ આરોપ લગાવ્યો છે કે શિક્ષકોએ તેમની જાતિના કારણે તેમની દીકરીઓ સાથે ભેદભાવ કર્યો છે. એક વિદ્યાર્થિનીના માતાનો આરોપ શિક્ષક શાળાના યુનિફોર્મમાં વિદ્યાર્થીઓની તસવીરો ક્લિક કરી રહ્યા હતા, પરંતુ મારી દીકરીનો ફોટો લેવામાં આવ્યો ન હતો, તેના બદલે મારી પુત્રીને તેનો યુનિફોર્મ ઉતારીને અન્ય છોકરીને આપવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણીએ આવું કરવાની ના પાડી તો તેને માર માર્યો અને બળજબરીથી તેનો યુનિફોર્મ ઉતારી દીધો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પોલીસે બંને શિક્ષકો સામે ગુનો નોંધ્યો હતો

આ મામલો સામે આવ્યા બાદ હાપુડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચના ગુપ્તાએ 13મી જુલાઈએ બંને શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા હતા. BSAએ આ મામલાની તપાસ બ્લોક એજ્યુકેશન ઓફિસરને પણ સોંપી દીધી હતી, પરંતુ હવે આ મામલામાં ફરિયાદ મળ્યા બાદ પોલીસે બંને શિક્ષકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાપુડના સહાયક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે બંને શિક્ષકો વિરુદ્ધ કલમ 323, 504, 166 હેઠળ FIR નોંધવામાં આવી છે. આ સાથે જ કલમ 505, 355 અને કલમ 3(2)(v) અને SC/ST એક્ટ હેઠળ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

શિક્ષકોએ કહ્યું કે બાળકો સાથે નથી કર્યો ભેદભાવ

આ તરફ શિક્ષકોનું કહેવું છે કે તેઓએ કોઈ બાળક સાથે ભેદભાવ કર્યો નથી. આરોપી શિક્ષકનું કહેવું છે કે તમામ બાળકોને 11 જુલાઈએ સંપૂર્ણ સ્કૂલ યુનિફોર્મ પહેરીને સ્કૂલ આવવાની સૂચના આપવામાં આવી હતી. તે દિવસે વિદ્યાર્થીઓની તસવીરો લેવાની હતી. જો કે કેટલાક વિદ્યાર્થીઓ સંપૂર્ણ ગણવેશમાં આવ્યા ન હતા. જેના કારણે યુનિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓને ફોટો ક્લિક કરવા માટે યુનિફોર્મમાં ન હોય તેવા બાળકોને તેમનો ડ્રેસ આપવાનું કહેવામાં આવ્યું હતું.

શિક્ષકે કહ્યું કે મને ખ્યાલ નથી કે આવું કંઈ થયું છે. 12 જુલાઈએ જ્યારે બંને છોકરીઓના માતા-પિતા સ્કૂલમાં આવ્યા અને અમારી પૂછપરછ કરવા લાગ્યા. તે જ સમયે અમને ખબર પડી. તો અન્ય શિક્ષિકાનું કહેવું છે કે તેણે છોકરીઓને ના તો માર માર્યો હતો ના તો તેમને ગણવેશ ઉતારવા માટે મજબુર કરી હતી.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">