UP Assembly Election: યુપીમાં મુખ્યમંત્રી માટે કોણ છે પહેલી પસંદ ? સર્વેમાં થયો ખુલાસો, જાણો કોણ છે રેસમાં સૌથી આગળ

2022ની ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય પક્ષોની રેલીઓ તેજ થઈ ગઈ છે. ભાજપ સતત વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવી રહી છે. સપા ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર હુમલોઓ કરે છે.

UP Assembly Election: યુપીમાં મુખ્યમંત્રી માટે કોણ છે પહેલી પસંદ ? સર્વેમાં થયો ખુલાસો, જાણો કોણ છે રેસમાં સૌથી આગળ
Uttar Pradesh Assembly Election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 10:26 PM

ઉત્તર પ્રદેશમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election) યોજાવા જઈ રહી છે. 2022ની ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય પક્ષોની રેલીઓ તેજ થઈ ગઈ છે. ભાજપ (BJP) સતત વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવી રહી છે. સપા ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર હુમલોઓ કરે છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી કોણ બનશે તે તો સમય જ કહેશે. પરંતુ સર્વેમાં એ વાત સામે આવી રહી છે કે લોકો મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરે છે.

ABP-Cvoter એ મુખ્યપ્રધાન તરીકે પ્રથમ પસંદગીને લઈને એક સર્વે કર્યો હતો. જેમાં મોટાભાગના લોકોએ યોગી આદિત્યનાથને (Yogi Adityanath ) સીએમ તરીકે તેમની પ્રથમ પસંદગી ગણાવી હતી. સર્વે અનુસાર 44 ટકા લોકોએ યોગી આદિત્યનાથને પોતાની પહેલી પસંદ ગણાવ્યા છે. 31 ટકા લોકોએ અખિલેશ યાદવ અને 15 ટકા માયાવતીને તેમની પ્રથમ પસંદગી ગણાવી હતી. ચાર ટકા લોકો પ્રિયંકા ગાંધીને પોતાની પહેલી પસંદ માને છે અને બે ટકા લોકો જયંત ચૌધરી ઈચ્છે છે.

આ સાથે જ લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 43 ટકા લોકોએ તેમનું કામ પસંદ કર્યું. 21 ટકા લોકો કામને સરેરાશ તરીકે જુએ છે. 36 ટકા લોકો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામને ખરાબ માને છે. આ સર્વે 7 હજાર 509 લોકોને પૂછીને કરવામાં આવ્યો હતો.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

પીએમ મોદીએ એસપીને કહ્યું રેડ એલર્ટ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો એકબીજા પર નિશાન સાધવાનું ચાલુ રાખે છે. ગોરખપુરમાં ખાતરની ફેક્ટરીના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ (Narendra Modi) મંગળવારે સપા પર નિશાન સાધ્યું અને તેને યુપી માટે રેડ એલર્ટ ગણાવ્યું. તેમણે કહ્યું, લાલ ટોપીવાળા લોકોને માત્ર લાલ બત્તીથી જ મતલબ છે, તમારા દુઃખ કે તકલીફોથી નથી.

લાલ ટોપીવાળાના લોકોને સત્તાની જરૂર છે, કૌભાંડો માટે, તેમની તીજોરી ભરવા માટે, ગેરકાયદેસર ધંધા માટે. લાલ ટોપીઓવાળાઓને સરકાર બનાવવી છે, આતંકવાદીઓ પર દયા બતાવવા માટે, આતંકવાદીઓને જેલમાંથી બહાર કાઢવા માટે અને યાદ રાખો, લાલ ટોપી યુપી માટે રેડ એલર્ટ છે એટલે કે ખતરાની ઘંટી.

SPએ વળતો જવાબ આપ્યો પીએમ મોદીના રેડ કેપ નિવેદન પર વળતો પ્રહાર કરતા અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, ભાજપ માટે રેડ એલર્ટ મોંઘવારી છે, બેરોજગારી-બેકારી, ખેડૂત-મજૂરની દુર્દશા, હાથરસ, લખીમપુર, મહિલાઓ અને યુવાનો પર અત્યાચાર, શિક્ષણ, વેપાર, આરોગ્ય અને લાલ ટોપી. કારણ કે તે આ વખતે ભાજપને સત્તામાંથી બહાર ફેંકી દેશે.

આ પણ વાંચો : રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર પર ભડક્યા, કહ્યુ- તાનાશાહી કરી રહી છે સરકાર, 12 સભ્યોનું સસ્પેન્શન રદ કરો

આ પણ વાંચો : ખેડૂતોની બેઠક બાદ રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી, આંદોલન ચાલું જ રહેશે

Latest News Updates

PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">