ફૈઝાબાદ રેલવે સ્ટેશન બન્યું અયોધ્યા કેન્ટ, યુપી વિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકારનું મોટું પગલું

યુપીમાં સરકાર બન્યાના એક વર્ષ બાદ યોગી સરકારે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી દીધું. જે બાદ રાજ્ય સરકારે સમગ્ર અયોધ્યા જિલ્લામાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

ફૈઝાબાદ રેલવે સ્ટેશન બન્યું અયોધ્યા કેન્ટ, યુપી વિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકારનું મોટું પગલું
Ayodhya Cantt Railway Station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 7:17 PM

ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જંકશન રેલવે સ્ટેશનનું (Faizabad Junction) નામ બદલાયું છે. ફૈઝાબાદ જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેન્ટ કરવામાં આવ્યું છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નામ બદલવાનો નિર્ણય યોગી સરકાર દ્વારા પહેલેથી જ લેવામાં આવ્યો હતો. ઓક્ટોબર મહિનામાં સીએમ ઓફિસ તરફથી ટ્વીટ કરીને ફૈઝાબાદનું નામ બદલવાની માહિતી આપવામાં આવી હતી. સીએમ ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે સીએમ યોગીએ ફૈઝાબાદ જંક્શન રેલવે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે વર્ષ 2018 માં ફૈઝાબાદ જિલ્લા અને વિભાગનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું.

ફૈઝાબાદની સાથે યોગી સરકારે અલ્હાબાદ જિલ્લાનું નામ બદલીને પ્રયાગરાજ અને મુગલસરાય જંકશનનું નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય કરી દીધું. ફેબ્રુઆરી 2020માં પ્રયાગરાજના ચાર સ્ટેશનોના નામ પણ બદલવામાં આવ્યા હતા. જે બાદ અલ્હાબાદ જંક્શન હવે પ્રયાગરાજ જંકશન બની ગયું છે. યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) પહેલા ફૈઝાબાદ રેલ્વે સ્ટેશનથી અયોધ્યાને યોગી સરકારનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

યોગી સરકારે અનેક શહેરોના નામ બદલ્યા યુપીના અનેક જિલ્લાઓ અને શહેરોના નામ બદલવાની માગ ઉઠી હતી. સીએમ યોગીએ ફૈઝાબાદ અને અલ્હાબાદ જિલ્લાના નામ બદલીને અયોધ્યા અને પ્રયાગરાજ કરી દીધા છે. યુપીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ફૈઝાબાદ જંકશન રેલ્વે સ્ટેશનને અયોધ્યા કેન્ટ કરવામાં આવ્યું છે. યુપીમાં સરકાર બન્યાના એક વર્ષ બાદ યોગી સરકારે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી દીધું. જે બાદ રાજ્ય સરકારે સમગ્ર અયોધ્યા જિલ્લામાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

ફૈઝાબાદ જંકશન બન્યું અયોધ્યા કેન્ટ તે પહેલા અયોધ્યાના પાંચ કિલોમીટરના વિસ્તારમાં માંસ અને દારૂ પર પ્રતિબંધ હતો. યોગી સરકારે રાજ્યના મુગલસરાયનું નામ પણ બદલીને દીન દયાલ ઉપાધ્યાય નગર કરી દીધું છે. યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ફૈઝાબાદ જંક્શન રેલવે સ્ટેશનનું નામ બદલવાને યોગી સરકારના મોટા નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યા છે. નામ બદલવની જાહેરાત તો થઈ હતી અને હવે નામ બદલાઈ પણ ગયું છે. હવે ફૈઝાબાદ જંકશનને અયોધ્યા કેન્ટ તરીકે ઓળખવામાં આવશે.

આ પણ વાંચો : રક્ષા મંત્રાલયે 7,965 કરોડ રૂપિયાના હથિયારો અને સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી, સેનાની તાકાતમાં થશે વધારો

આ પણ વાંચો : Nawab Malik vs Sameer Wankhede: નવાબ મલિકના સમીર વાનખેડે સામે સવાલ, ઇમાનદાર ઓફિસરના કપડા 10 કરોડના ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">