UP: અમરોહાની ગૌશાળામાં ઝેરી ચારો ખાવાથી 55 ગાયના મોત, તપાસના આદેશ

ડીએમએ પંચાયત સચિવ અનસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ સાથે આદમપુર પોલીસ સ્ટેશનમાં ગૌશાળામાં ઘાસચારો આપનાર સહારનપુરના રહેવાસી તાહિર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

UP: અમરોહાની ગૌશાળામાં ઝેરી ચારો ખાવાથી 55 ગાયના મોત, તપાસના આદેશ
Yogi Adityanath (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 7:14 AM

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અમરોહા જિલ્લાની ગૌશાળામાં ગુરુવારે થોડા જ કલાકોમાં 55થી વધુ ગાયોના મોત થયા છે. જ્યારે 50થી વધુ પશુઓની હાલત ગંભીર છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પોતે આ ઘટનાની નોંધ લીધી છે અને તેના પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા છે. સીએમ યોગીએ એડિશનલ ચીફ સેક્રેટરી લાઈવસ્ટોક, ડાયરેક્ટર લાઈવસ્ટોક અને મુરાદાબાદના ડિવિઝનલ કમિશનરને આ ઘટનાની તપાસ કરીને રિપોર્ટ સોંપવા કહ્યું છે. આ સાથે તેમણે રાજ્યના પશુધન મંત્રીને તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ અમરોહાના હસનપુર તહસીલના ડેવલપમેન્ટ બ્લોક ગંગેશ્વરીના સંથાલપુર ગામની મોટી ગૌશાળામાં કુલ 188 પશુઓ હતા. અહીં સહારનપુરના રહેવાસી તાહિરે ઘાસચારો પૂરો પાડ્યો હતો અને ગુરુવારે સવારે ગૌશાળાના કર્મચારીઓએ લીલો ચારો કાપીને પશુઓને આપી દીધા હતા. ચારો ખાધા બાદ પશુઓની હાલત કફોડી થવા લાગી હતી અને મોડી સાંજ સુધીમાં 55થી વધુ પશુઓના મોત નીપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે બીમાર પશુઓની સંખ્યા 50 થી વધુ હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ બીમાર ગાયોની યોગ્ય સારવાર માટે પણ સૂચના આપી છે અને કહ્યું છે કે આ ઘટનાના દોષિતોને બક્ષવામાં આવશે નહીં. આ મામલામાં ચારો સપ્લાય કરનાર તાહિર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ ઘટનાને લઈને વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે તેની માહિતી લખનૌમાં સરકાર સુધી પહોંચી હતી. આ પછી ડીએમ બીકે ત્રિપાઠી, ડીઆઈજી શલભ માથુર અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પંચાયત સચિવ સસ્પેન્ડ

હાલમાં ગાયોના મોતના મામલામાં ડીએમએ પંચાયત સચિવને સસ્પેન્ડ કરીને તપાસના આદેશ આપ્યા છે. જ્યારે તેની સાથે આદમપુર પોલીસ સ્ટેશનમાં ગૌશાળામાં ઘાસચારો આપનાર સહારનપુરના રહેવાસી તાહિર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સાથે જ સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનને આરોપીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">