કોરોનાના દર્દીને હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, કેન્દ્રીય મંત્રી વીકે સિંહે એક વ્યક્તિ માટે ટ્વિટર પર માંગી મદદ

કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીએ એક દર્દીને હોસ્પિટલમાં બેડ ના મળતા ટ્વિટ કરીને મદદ માંગી છે.

કોરોનાના દર્દીને હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, કેન્દ્રીય મંત્રી વીકે સિંહે એક વ્યક્તિ માટે ટ્વિટર પર માંગી મદદ
Union Minister VK Singh (File Image)
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 3:37 PM

કોરોના વાયરસથી સ્થિતિ વધુ વણસી છે. સ્થિતિ એ છે કે લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. બેડ માટે કેન્દ્રીયમંત્રી કક્ષાના માણસને આગળ આવીને અપીલ કરવી પડી રહી છે. કેન્દ્રીય પ્રધાન જનરલ વીકે સિંહે ટ્વિટર દ્વારા એક કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિની મદદ માટે અપીલ કરી હતી. જી હા એક સામાન્ય માણસની મદદ માટે કેન્દ્રીય પ્રધાન જનરલ વીકે સિંહને ટ્વિટર પર વિનંતી કરવી પડી છે.

તેમના ટ્વિટ પછી સમાચાર ફેલાયા હતા કે તેમણે પોતાના ભાઈને બેડ આપવાની વિનંતી કરી છે. જોકે, બાદમાં વીકે સિંહે સ્પષ્ટતા કરી હતી કે તેમણે પોતાના ભાઈ માટે બેડની અપીલ કરી નથી, પરંતુ કોઈ બીજા માટે આ વિનંતી કરી છે.

તેમણે ટ્વિટર પર પોતાની પહેલી ટ્વિટ અંગે સ્પષ્ટતા કરતી વખતે કહ્યું કે મેં આ ટ્વીટ એટલા માટે કર્યું છે કે જેથી જિલ્લા વહીવટ દર્દી સુધી પહોંચી શકે અને તેમની મદદ કરી શકે. તે મારો ભાઈ નથી, અમારો લોહીનો સબંધ નથી પરંતુ માનવતાનો એક સંબંધની જરૂર છે. મને નથી લાગતું કે આ પદ્ધતિ કેટલાક લોકોને અનુકૂળ આવી.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
Union Minister VK Singh tweet for the help of common people

VK Singh Tweet

તેમણે પહેલા કરેલી ટ્વિટમાં લખ્યું હતું, “@dm_ghaziabad Please check this out કૃપા કરીને અમને મદદ કરો મારા ભાઈને કોરોના સારવાર માટે બેડની જરૂર છે. અત્યારે ગાઝિયાબાદમાં બેડની વ્યવસ્થા નથી થઇ રહી. @shalabhmani @PankajSinghBJP @Gen_VKSingh ”. જેના કારણે લોકોને લાગ્યું હતું કે વીકે સિંહએ પોતાના ભાઈ માટે વિંનતી કરી છે. પરંતુ થોડા સમય બાદ સ્પષ્ટતા કરતા કરી હતી. જેથી ખ્યાલ આવ્યો હતો કે કોઈ અન્ય વ્યક્તિની મદદ માટે વીકે સિંહે મદદ માંગી હતી.

આ અપીલ કેન્દ્રીય મંત્રીના ભાઈ માટે નથી

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર મંત્રી પ્રતિનિધિ કુલદીપ ચૌહાણે કહ્યું કે સાંસદે જે ટ્વીટ કર્યું છે તે તેમના ભાઈ માટે નથી. કોઈએ સાંસદને સંદેશ મોકલ્યો હતો અને તે જ સંદેશને સાંસદ દ્વારા ડીએમને ટેગ કરાયો છે. તેમણે કહ્યું કે સાંસદ પોતે પણ 4-5 દિવસથી એકલતામાં છે. ચૌહાણે કહ્યું કે સાંસદો સતત લોકોને મદદ કરી રહ્યા છે. જો સીધા ડીએમ સાથે વાત કરવામાં આવે છે, તો સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોની ફરિયાદો મોકલવામાં આવી રહી છે.

આ પણ વાંચો: હવાથી ફેલાતા કોરોનાથી ડરશો નહીં, નિષ્ણાંત ડોક્ટરએ જણાવ્યું કે કેવી રીતે બચી શકાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">