અમેઠીમાં બનશે કેન્દ્રીય પ્રધાન SMRITI IRANIનું નવું ઘર, ત્યાંથી જ જનતાના પ્રશ્નો સાંભળશે

અમેઠીમાં બનશે કેન્દ્રીય પ્રધાન SMRITI IRANIનું નવું ઘર, ત્યાંથી જ જનતાના પ્રશ્નો સાંભળશે
ફાઇલ ફોટો : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મજબૂત ગઢ અમેઠીને તોડી પાડનાર કેન્દ્રીય પ્રધાન SMRITI IRANI હવે અમેઠીમાં જ પોતાનું નવું ઘર બનાવવા જઈ રહ્યા છે.

Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Feb 20, 2021 | 8:05 PM

2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મજબૂત ગઢ અમેઠીને તોડી પાડનાર કેન્દ્રીય પ્રધાન SMRITI IRANI હવે અમેઠીમાં જ પોતાનું નવું ઘર બનાવવા જઈ રહ્યા છે. થોડા વર્ષો પહેલા સ્મૃતિ ઈરાનીએ અમેઠીની જનતાને વચન આપ્યું હતું કે તેમણે તેમના સાંસદને મળવા માટે દિલ્હી સુધી ભટકવું નહીં પડે. જો અમેઠીના લોકો તેમને સાંસદ તરીકે પસંદ કરશે તો તેઓ અમેઠીમાં પોતાનું ઘર બનાવશે. હવે સોમવારે સ્મૃતિ ઈરાની અમેઠીમાં બનનાર પોતાના નવા ઘર માટે સૂચિત જમીનના દસ્તાવેજો તૈયાર કરશે.

જનતા સુધી પહોંચવા માટેની કવાયત અમેઠીમાં પોતાના નવા ઘરના નિર્માણની વાતની પુષ્ટિ કરતાં SMRITI IRANIના પ્રતિનિધિ વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સ્મૃતિ જે કહે છે તે કરે છે. તે લોકોની નજીક રહીને તેમની સેવા કરશે. આ જ ક્રમમાં ગૌરીગંજમાં જમીન લેવામાં આવી છે.” જો કે સ્મૃતિ ઈરાનીના ઘર માટે કેટલી જમીન છે, ઘર કેટલું મોટું હશે, તે પછી જાણી શકાશે.

ગૌરીગંજમાં બનાવ્યું હતું કાર્યાલય 2019 પહેલા સ્મૃતિએ લોકસભા ચૂંટણી પહેલા ગૌરીગંજના જામો રોડ પર મકાન ભાડે લીધું હતું. આ મકાનમાં તેમનું ચૂંટણી કાર્યાલય બનાવવામાં આવ્યું હતું. હાલમાં સ્મૃતિ ઈરાની અમેઠીના લોકોની સમસ્યાઓ સાંભળવા માટે આ કાર્યાલયનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ આ કાર્યાલયથી જ સામાન્ય જનતાની સમસ્યાઓનું નિવારણ લાવે છે.

આ પણ વાંચો: Local Body Poll 2021: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારો પર રહેશે લોકોની નજર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati