કોરોનાથી માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને સુરક્ષિત રાખવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી અનોખી પહેલ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે જો તમને કોઈ એવા બાળક વિશે જાણ થાય કે જેના માતાપિતા કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા છે અને તેમની સંભાળ લેવા માટે કોઈ નથી, તો તમારા જિલ્લાના પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરો . ચાઇલ્ડ લાઇન 1098 પર પણ સંપર્ક કરો. આ તમારી કાનૂની જવાબદારી છે.

  • tv9 webdesk33
  • Published On - 21:59 PM, 4 May 2021
કોરોનાથી માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકોને સુરક્ષિત રાખવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી અનોખી પહેલ
બાળકોને સુરક્ષિત રાખવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી અનોખી પહેલ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ અનેક લોકો હાલના સમયમાં પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે. જો આ બધા વચ્ચે કેન્દ્રીય પ્રધાન Smriti Irani એ એવા બાળકો માટે એક પહેલ શરૂ કરી છે જેમણે કોરોના વાયરસના કહેરમાં તેમના માતાપિતા ગુમાવી દીધા છે. Smriti Iraniએ એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે જો તમને કોઈ એવા બાળક વિશે જાણ થાય કે જેના માતાપિતા કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા છે અને તેમની સંભાળ લેવા માટે કોઈ નથી, તો તમારા જિલ્લાના પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરો . ચાઇલ્ડ લાઇન 1098 પર પણ સંપર્ક કરો. આ તમારી કાનૂની જવાબદારી છે.

Smriti Irani એ એમ પણ કહ્યું કે અનાથ બાળકને કોઈને આપવું ગેરકાયદે છે. તમે તેને કાયદેસર રીતે અપનાવી શકો છો. આવા બાળકોને બાળ કલ્યાણ સમિતિમાં લઈ જવું જોઈએ, જે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરશે. તેમણે અપીલ કરી કે જો કોઈ તમારી પાસે સીધી રીતે કોઇ દત્તક લઇ શકાય તેવા અનાથ બાળક અંગે જાણવા માંગે છે તો તેની જાળમાં ન ફસાતા તેને રોકો. તે ગેરકાયદે છે.

તેમણે કહ્યું કે આપણે બધાએ કાનૂની રીતે કોઇને દત્તક લેવા જોઈએ. નહીં તો દત્તક લેવાના નામે બાળકોની હેરાફેરી થઈ શકે છે. તેમને બચાવવા આપણી ફરજ છે. જો તમને આવા કોઈપણ વિષય વિશેની માહિતી મળે તો તમારે તાત્કાલિક પોલીસ અથવા બાળ કલ્યાણ અથવા ચાઇલ્ડ લાઇનને જાણ કરવી જોઈએ. તેમણે અપીલ પણ કરી હતી કે કૃપા કરીને સોશિયલ મીડિયા પર કટોકટીની સ્થિતિમાં નબળા બાળકોની તસવીરો અને સંપર્ક વિગતો શેર કરશો નહીં. તેમની ઓળખ કાયદા અનુસાર સુરક્ષિત રાખવી જોઇએ.