કેન્દ્રીય મંત્રી Shripad Naikની તબિયતમા સુધારો, મેડિકલ બુલેટિન જાહેર

કેન્દ્રીય મંત્રી Shripad Naik ની તબિયતમા સુધારો થઈ રહ્યો છે. આ જાણકારી ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તરફથી શનિવારે જાહેર કરેલા એક મેડિકલ બુલેટિનમા કહેવામા આવી હતી.

કેન્દ્રીય મંત્રી Shripad Naikની તબિયતમા સુધારો, મેડિકલ બુલેટિન જાહેર
Shripad Naik - Union Minister

કેન્દ્રીય મંત્રી Shripad Naik ની તબિયતમા સુધારો થઈ રહ્યો છે. આ જાણકારી ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તરફથી શનિવારે જાહેર કરેલા એક મેડિકલ બુલેટિનમા કહેવામા આવી હતી. કેન્દ્રીય મંત્રી Shripad Naik આ સપ્તાહની શરૂઆતમા પાડોશી રાજ્ય કર્ણાટકમાંં એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા. આ અકસ્માતમા તેમના પત્ની અને એક સહાયકનું અવસાન થયું હતું.

આ અંગે ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડીન ડો.શિવાનંદ બાંદેકરે બુલેટિનમા કહ્યું કે, તેમનું બ્લડ પ્રેશર, પ્લસ રેટ અને ઑક્સીજન લેવલ યોગ્ય છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે તેમના ઘા ધીરે ધીરે ભરાવા લાગ્યા છે. હવે તેમને પ્રવાહી ખોરાક આપવાની શરૂઆત થઈ છે. તેમની બેડ પર જ ફિજિયોથેરાપીની સારવાર આપવામા આવી રહી છે. તેમની કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મુલાકાત લીધી હતી.

 

આ પણ વાંચો: INDvsAUS: રોહિત શર્માના બેજવાબદાર શોટ રમવાને લઇને બોલર નાથન લિયોને કહી મોટી વાત, જાણો શુ કહ્યુ રોહિત વિશે

Click on your DTH Provider to Add TV9 Gujarati