કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરની 79 NGOને આપી રાહત, FCRA લાઇસન્સ કર્યું પુનઃસ્થાપિત

કેન્દ્ર સરકારે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) હેઠળ 79 બિન-સરકારી સંસ્થાઓ (NGO) ના લાયસન્સ રિન્યુઅલ અરજીઓ સ્વીકાર્યા પછી તેમના લાયસન્સ પુનઃસ્થાપિત કર્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરની 79 NGOને આપી રાહત, FCRA લાઇસન્સ કર્યું પુનઃસ્થાપિત
Union Home Ministry.
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jan 04, 2022 | 6:07 PM

કેન્દ્ર સરકારે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) હેઠળ 79 બિન-સરકારી સંસ્થાઓ (NGO) ના લાયસન્સ રિન્યુઅલ અરજીઓ સ્વીકાર્યા પછી તેમના લાયસન્સ પુનઃસ્થાપિત કર્યા છે. આ 31 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યા પછી અને 12 વાગ્યા પહેલા દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે ગૃહ મંત્રાલયને જાણ કરવામાં આવી હતી કે, તેઓએ સમયમર્યાદા પહેલા નવીકરણ અરજીઓ ઓનલાઈન ફાઇલ કરી હતી, જેમના નામ એનજીઓની સૂચિમાં હતા અને જેમના લાઇસન્સ સમાપ્ત થઈ ગયા હતા.

મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે અને દસ્તાવેજોની ચકાસણી બાદ લાયસન્સ રિન્યુઅલ માટેની અરજી મંજૂર કરવામાં આવશે અને NGOની સંખ્યામાં વધારો થઈ શકે છે. મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, જે NGOની અરજીઓ સ્વીકારવામાં આવી છે, તેઓ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. હવે અપડેટ પછી, સક્રિય NGOની કુલ સંખ્યા 16,829 થી વધીને 16,908 થઈ ગઈ છે.

5968 NGOના FCRA લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા

1 જાન્યુઆરીના રોજ, મધર ટેરેસાના મિશનરીઝ ઑફ ચેરિટી સહિત 5968 NGOનું FCRA લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું કારણ કે તેઓ સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં અથવા નવીકરણ માટે અરજી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

31 ડિસેમ્બરના રોજ 12000થી વધુ NGOના લાયસન્સ એક્સપાયર થઈ ગયા

12501 એનજીઓના લાઇસન્સ 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયા છે. 5710 એનજીઓના લાઇસન્સ 1 જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગયા છે. વિદેશી અનુદાન મેળવવા માટે, એનજીઓએ ગૃહ મંત્રાલયમાં નોંધણી કરાવવી પડે છે, જેને દર પાંચ વર્ષે નવીકરણ કરવા માટે FCRA નોંધણી નંબર આપવામાં આવે છે.

20000 થી વધુ NGO ના FCRA લાઇસન્સ નાબૂદ કરવામાં આવ્યા છે

મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર, છેલ્લા 10 વર્ષમાં 20,000 થી વધુ NGOના FCRA લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. આ પૈકી, Oxfam Trusts અને Oxfam Australia ના FCRA લાયસન્સ કાયદાના ઉલ્લંઘન બદલ 2017 માં રદ કરવામાં આવ્યા હતા. NGOએ ગયા વર્ષે એપ્રિલમાં FCRA લાયસન્સ રિન્યુઅલ માટે અરજી કરી હતી, પરંતુ તેને મંત્રાલયે ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: JEE Advanced 2022: JEE મેઇન વગર પણ આપી શકાશે JEE એડવાન્સ 2022, ત્રીજી તક પણ મળશે

આ પણ વાંચો: Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati