કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અધિકારીઓ સાથે યોજી બેઠક, આતંકવાદ સહિત ઉભરતા સુરક્ષા પડકારો પર કરી ચર્ચા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અધિકારીઓ સાથે યોજી બેઠક, આતંકવાદ સહિત ઉભરતા સુરક્ષા પડકારો પર કરી ચર્ચા
First high-level meeting of 2022 chaired by Amit Shah with top officials security

ગૃહમંત્રીએ સતત બદલાતા આતંકવાદ અને સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jan 03, 2022 | 11:59 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah) સોમવારે દેશની વર્તમાન સુરક્ષા સ્થિતિ (security status) અને ઊભરતાં પડકારોની (emerging challenges) સમીક્ષા કરી હતી. સમીક્ષા કરાયેલ પડકારોમાં વૈશ્વિક આતંકવાદી સંગઠનો તરફથી ધમકીઓ, સાયબર સ્પેસનો ગેરકાયદેસર ઉપયોગ અને વિદેશી આતંકવાદી લડવૈયાઓની હિલચાલનો સમાવેશ થાય છે. નવા વર્ષમાં આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી અને તેમાં દેશની સુરક્ષા અને ગુપ્તચર તંત્રના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.

એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ દેશમાં વર્તમાન ખતરાની સ્થિતિ અને ઉભરતા સુરક્ષા પડકારોની સમીક્ષા કરવા માટે આજે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ આતંકવાદ અને વૈશ્વિક આતંકવાદી જૂથો, આતંકવાદી ધિરાણ, નાર્કો-ટેરરિઝમ, સંગઠિત અપરાધ-આતંકવાદની સાંઠગાંઠ, સાયબર સ્પેસનો ગેરકાયદેસર ઉપયોગ, વિદેશી આતંકવાદી લડવૈયાઓની હિલચાલના સતત જોખમો પર પ્રકાશ પાડ્યો હતો.

ગૃહમંત્રીએ વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

ગૃહમંત્રીએ સતત બદલાતા આતંકવાદ અને સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા એજન્સીઓ, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, સશસ્ત્ર દળોની ગુપ્તચર શાખા, મહેસૂલ અને નાણાકીય ગુપ્તચર એજન્સીઓના વડાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં સામેલ થયા હતા.

આ દરમિયાન, કેન્દ્રીય ગૃહ સચિવે આજે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયના સાયબર અને માહિતી સુરક્ષા વિભાગ હેઠળ ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ની ત્રણ માર્ગદર્શિકા અને એક ન્યૂઝલેટર બહાર પાડ્યું. જાહેર કરાયેલ મેન્યુઅલ અને ન્યૂઝલેટર્સ હતા, સાયબર સ્પેસ માટે સાયબર હાઈજીન – શું કરવું અને શું નહીં – બેસિક મેન્યુઅલ, એડવાન્સ્ડ મેન્યુઅલ, ક્વાર્ટલી ન્યૂઝલેટર – સાયબર પ્રવાહ.

આ માર્ગદર્શિકા સાયબર ગુનાઓને રોકવા અને ગ્રામીણ વિસ્તારો, ઔદ્યોગિક સંસ્થાઓ અને સામાન્ય લોકોમાં સાયબર સ્વચ્છતા વિકસાવવા માટે કેન્દ્રિત જાગૃતિ અભિયાનનો એક ભાગ છે.

આ પણ વાંચો :  પહેલા જ દિવસે બાળકોના રસીકરણમાં ઝડપ આવી, 15-18 વર્ષના 37,84,212 બાળકોને કોરોનાની પ્રથમ રસી મળી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati