સરકાર કોરોનાથી થતા મોતના આંકડા નથી છુપાવતી, વિશ્વમાં સૌ પ્રથમ ડીએનએ વેક્સિન ભારતની હશેઃ મનસુખ માંડવિયા

વેક્સિન મુદ્દે મનસુખ માંડવિયાએ કહ્યુ કે, ભારતની વેક્સિન સસ્તી છે. વિશ્વમાં મળતી વેક્સિન મોધી છે. આવનારા દિવસોમાં ભારતની જ વેક્સિન વિશ્વમાં વેચાશે આ મહિને 11થી 12 કરોડ વેક્સિન મળશે.

સરકાર કોરોનાથી થતા મોતના આંકડા નથી છુપાવતી, વિશ્વમાં સૌ પ્રથમ ડીએનએ વેક્સિન ભારતની હશેઃ મનસુખ માંડવિયા
કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 20, 2021 | 8:16 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ, (MANSUKH MANDAVIYA) કોરોનાની સ્થિતિ અંગે રાજ્યસભામાં જણાવ્યુ કે, અમારી સરકારે હંમેશા કહ્યુ છે કે, મહામારીના સંકટમાં રાજનીતિ ના હોવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM NARENDRA MODI ) પણ કહ્યુ છે કે, જ્યારે 130 કરોડ લોકો એક ડગલુ આગળ વધે ત્યારે દેશ પણ 130 ડગલુ આગળ વધે છે.

શિવસેનાના સંજય રાઉતે ( Sanjay Raut ) ગૃહમાં નિવેદન કરતા કહ્યુ હતુ કે, સરકાર કોરોનાથી થયેલા મોતના આંકડાઓ છુપાવે છે. ત્યારે અમારો સવાલ છે કે, શા માટે સરકાર આકડા છુપાવે છે. કેટલા લોકોના મોત નિપજ્યા છે. અમને તેના સાચા આકડાઓ જણાવો. જે રિપોર્ટ છે તે સરકારી આકડાઓ કરતા વધુ છે.

સંજય રાઉત દ્વારા લગાવાયેલા આરોપ, બાબતે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યુ કે, ભારત સરકાર કોરોનાથી થનારા મૃત્યુના આકડાઓ છુપાવતી નથી. પરંતુ રાજ્ય સરકાર જે આંકડાઓ મોકલે છે તે એકઠા કરીને લોકો સમક્ષ જાહેર કરવામાં આવે છે. જ્યારે કોરોનાની ત્રીજી લહેરની વાત કરીએ છીએ ત્યારે 130 કરોડ લોકો, રાજ્ય સરકાર સહીત સૌએ નિર્ણય કરવો જોઈએ કે ત્રીજી લહેર આવવા નહી દઈએ. આપણા બધાનો સંકલ્પ અને વડાપ્રધાનની માર્ગદર્શનથી દેશમાં ત્રીજી લહેરને રોકી શકાશે.

વેક્સિન મુદ્દે મનસુખ માંડવિયાએ કહ્યુ કે, ભારતની વેક્સિન સસ્તી છે. વિશ્વમાં મળતી વેક્સિન મોધી છે. આવનારા દિવસોમાં ભારતની જ વેક્સિન વિશ્વમાં વેચાશે આ મહિને 11થી 12 કરોડ વેક્સિન મળશે. ભારત બાયોટેકનુ ઉત્પાદન વધી રહ્યું છે. જુલાઈ મહિનામાં 2.5 કરોડ મળી છે. 3.5 કરોડ ઓગસ્ટમા મળશે. વેક્સિન બનાવવા માટે થ્રીજી લેબ જોઈએ. આજે કોઈ વેક્સિન બનાવવા તૈયાર થાય તો એક વર્ષે તે લોકોને આપી શકે. મહારાષ્ટ્ર અને ગુજરાતની ફાર્માસ્યુટીકલ કંપનીઓને મંજૂરી આપાઈ છે. આવાનાર દિવસોમાં વેક્સિન વધશે.

યુરોપ સહિતના અન્ય દેશોએ જે વેક્સિનને મંજૂરી આપી હોય તેને ભારતમાં ટ્રાયલ કરવાની જરૂર નથી તેવી ખાસ રાહત આપી જેના કારણે સ્પૂટનિક વેકિસન આવી. આવનારા દિવસોમાં અન્ય વેક્સિન પણ આવશે. ભારતમાં જ કેટલીક વિદેશી કંપનીઓ વેક્સિન ઉત્પાદન કરી રહી છે. કેડિલા ઝાયડસે ડીએનએ વેક્સિન થર્ડ ટ્રાયલ પૂરી કરી છે. ડીજીસીઆઈ મંજૂરી આપી છે. ડીએનએ વેક્સિન બનાવનાર એક માત્ર દેશ ભારત હશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati