સુપ્રિમકોર્ટે પૈતૃક સંપતિમાં દિકરીઓને આપેલા સમાન હક્ક અંગે સરળ ભાષામા સમજો ચૂકાદો

સુપ્રિમ કોર્ટે હિદુ પૈતૃક સંપતિમાં દિકરાઓની પ્રાથમિકતાને સમાપ્ત કરતો મહત્વનો ચૂકાદો મંગળવારે આપ્યો. સુપ્રિમ કોર્ટના ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠે દિકરીઓને પિતા, દાદા અને પરદાદાની સંપતિમાં 1956થી જ દિકરાઓ જેવા જ અધિકાર આપ્યો. આ મહત્વના ચુકાદાને સરળભાષામાં સમજીએ. સુપ્રિમ કોર્ટે શુ કહ્યું સુપ્રિમ કોર્ટે કહ્યું કે પૈતૃક સંપતિમાં દિકરા જેટલો જ દિકરીઓનો અધિકાર છે. દિકરીઓનો પણ અધિકારી […]

સુપ્રિમકોર્ટે પૈતૃક સંપતિમાં દિકરીઓને આપેલા સમાન હક્ક અંગે સરળ ભાષામા સમજો ચૂકાદો
Follow Us:
| Updated on: Aug 12, 2020 | 2:24 PM

સુપ્રિમ કોર્ટે હિદુ પૈતૃક સંપતિમાં દિકરાઓની પ્રાથમિકતાને સમાપ્ત કરતો મહત્વનો ચૂકાદો મંગળવારે આપ્યો. સુપ્રિમ કોર્ટના ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠે દિકરીઓને પિતા, દાદા અને પરદાદાની સંપતિમાં 1956થી જ દિકરાઓ જેવા જ અધિકાર આપ્યો. આ મહત્વના ચુકાદાને સરળભાષામાં સમજીએ.

સુપ્રિમ કોર્ટે શુ કહ્યું સુપ્રિમ કોર્ટે કહ્યું કે પૈતૃક સંપતિમાં દિકરા જેટલો જ દિકરીઓનો અધિકાર છે. દિકરીઓનો પણ અધિકારી જન્મજાત છે. ટુકમાં દિકરી જન્મ લે ત્યારથી જ પિતાની પૈતૃક સંપતિ પર અધિકાર પ્રાપ્ત થાય છે જેવી રીતે દિકરાઓને અધિકાર મળે છે તે જ રીતે.

કેમ સુપ્રિમ કોર્ટે આવુ કહ્યુ સુપ્રિમ કોર્ટમાં સવાલ થયો કે શુ હિન્દુ ઉતરાધિકાર (સંશોધન) કાયદા 2005માં જે જોગવાઈ છે તે પાછલી અસરથી માની શકાય ખરી ? આ પ્રશ્ને સુપ્રિમ કોર્ટે હા કહેતા કહ્યું કે આ પાછલી અસરથી લાગુ પડશે. 121 પાનાના નિર્ણયમાં ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠના મુખ્ય ન્યાયાધીશ અરુણ મિશ્રાએ એવુ કહ્યું કે,હિન્દુ ઉતરાધિકાર કાયદો 1956માં સુધારેલ ધારા 6ના સુધારા પહેલા કે પછી જન્મેલી તમામ દિકરીઓ સરખેસરખા ભાગ માટે હક્કદાર છે. દિકરીઓ 2005ની 9મી સપ્ટેમ્બર પહેલાની પૈતૃક સંપતિ ઉપર પોતાનો હક્ક માંગી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

9 સપ્ટેમ્બર 2005નો મુદ્દો આ તારીખે હિન્દુ ઉતરાધિકાર (સંશોધન) કાયદો 2005 લાગુ પડયો હતો. ખરેખર તો હિન્દુ ઉતરાધિકાર કાયદો 1956થી અમલમાં છે. જેમાં 2005માં કેટલાક સુધારા વધારા કરાયા છે. 2005માં સુધારેલા કાયદામાં કહ્યુ છે કે, આ કાયદો લાગુ થયા પહેલા પિતાનું મૃત્યુ થાય તો દિકરી આ કાયદા હેઠળ સંપતિમાં ભાગ માંગી શકે નહી. ટુંકમાં આ કાયદો લાગુ પડ્યા તારીખે જો કોઈ દિકરીના પિતા જીવતા હોય તો જ આ કાયદા હેઠળ તેને પિતાની સંપતિમાં દિકરાની બરોબરનો લાભ મળે અન્યથા નહી.

સુપ્રિમ કોર્ટના ચૂકાદામાં 1956નો ઉલ્લેખ કેમ હિદુ ઉતરાધિકાર કાયદો 1956માં અમલમાં આવ્યો હતો. હવે સુપ્રિમ કોર્ટે હિદુ ઉતરાધિકાર (સંશોધન) કાયદો 2005ની ધારા 6ની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, દિકરીઓને પણ એ જ સમયથી પિતાની પૈતૃક સંપતિમાં હક્ક, હિસ્સો, ભાગ મળે જ્યારથી જે રીતે દિકરાઓને મળે છે. એટલે કે 1956થી.

ચુકાદામાં 20 ડિસેમ્બર 2004નો ઉલ્લેખ શા માટે સુપ્રિમ કોર્ટે દિકરીઓને પૈતૃક સંપતિમાં 1956થી હક્કદાર માનીને 20 ડિસેમ્બર 2004ની સમય મર્યાદા એ વાતને લઈને નક્કી કરાઈ છે કે જો આ તારીખ સુધીમા એટલે કે 20 ડિસેમ્બર 2004 સુધીમાં પિતાની પૈતૃક સંપતિના ભાગ પડી ગયા હોય દિકરી તે મિલ્કતમાં ભાગ ના માંગી શકે. એટલે કે 20 ડિસેમ્બર 2004 પછી પિતાના નામે જે કોઈ પૈતૃક સંપતિ હોય તેના ઉપર જ દિકરીઓનો અધિકાર રહેશે. 20 ડિસેમ્બર પહેલા જે કોઈ મિલ્કત વેચી નાકી હોય, દાનમાં આપી હોય કે ગીરવે રાખી હોય તો તેના પર દિકરીનો કોઈ હક્ક રહેતો નથી. હિન્દુ ઉતરાધિકાર (સંશોધન) કાયદો 2005માં આનો ઉલ્લેખ છે જ. સુપ્રિમ કોર્ટે માત્ર તેની વાત કરી છે.

શુ આ ચૂકાદાથી દિકરાઓના અધિકાર પર કોઈ અસર થશે કોર્ટે સંયુક્ત હિન્દુ પરિવારના સરખેસરખા હિસ્સેદારોને આ ચુકાદાથી હેરાન પરેશાન નહી થવા સલાહ આપી છે. ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠે કહ્યુ છે કે આ દિકરીઓના અધિકારને વધુ વ્યાપક બનાવવામાં આવ્યો છે. બીજાના અધિકારો ઉપર તેની કોઈ અસર નહી થાય. હિદુ ઉતરાધિકાર સંશોધન કાયદાની જોગવાઈ છ મુજબ મળતા અધિકારો યથાવત રહેશે.

શુ દિકરી મૃત્યુ પામે તો તેના ભાણી ભાણિયાઓને સંપતિમાં ભાગ મળે ? એ વાત ઉપર ધ્યાન આપવું જરૂરી છે કે, સુપ્રિમ કોર્ટે પૈતૃક સંપતિમાં દિકરા દિકરીઓને એક સમાન અધિકાર આપ્યો છે. આ સવાલનો જવાબ મેળવવા માટે વધુ એક સવાલ કરવો પડે કે શુ દિકરાનું મૃત્યુ થાય તો તેના સંતાનો દાદાની પૈતૃક સંપતિમાં અધિકાર રહે કે જતો રહે. એનો જવાબ છે ના. તો એ જ રીતે દિકરા કે દિકરીમાં કોઈ ભેદભાવ ના હોય તો દિકરાના મૃત્યુ બાદ તેના છોકરાઓનો અધિકાર કાયમ રહે છે તે જ રીતે દિકરીના મૃત્યુ બાદ તેના સંતાનનો પણ અધિકાર પૈતૃક મિલ્કતમાં રહે છે.

પૈતૃક સંપતિ શુ છે પૈતૃક સંપતિમાં ઉપરની ત્રણ પેઢીની સંપતિ, મિલ્કતનો સમાવેશ થાય છે. એટલે કે પિતાને દાદા તરફથી અને દાદાને પરદાદા તરફથી મળેલ મિલ્કત સંપતિને પૈતૃક સંપતિ કહેવાય છે. પૈતૃક સંપતિમાં પિતા દ્વારા કમાઈને વસાવેલી સંપતિનો સમાવેશ થતો નથી. તેથી પિતાનો પૂરો અધિકાર રહેતો હોય છે કે તેઓ તેમના દ્વારા કમાવીને વસાવેલી મિલ્કતનો કેવી રીતે ભાગ પાડે કે વહેચે છે. પિતા ઈચ્છે તો પોતાની કમાવેલી મિલ્કતમાં દિકરી કે દિકરાને ભાગ કે હિસ્સો ના આપે. વત્તા ઓછા પ્રમાણમાં પણ આપી શકે છે. જો પિતાનુ મૃત્યુ વસિયતનામુ લખ્યા વિના થાય તો દિકરી પિતાની મિલ્કતમાં સરખે સરખા ભાગની હક્કદાર બને છે.

સરકારે સુપ્રિમકોર્ટમાં શુ કહ્યું કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોલીસીટર જનરલ તુષાર મહેતા દ્વારા કહ્યું છે કે, પૈતૃક સંપતિમાં દિકરીઓ સરખે સરખા ભાગ હિસ્સાની હક્કદાર છે. અને આ તેનો જન્મસિઘ્ઘ અધિકાર છે. ન્યાયમૂર્તિ મિશ્રાએ આની વ્યાખ્યા કરતા કહ્યું કે, દિકરીઓના જન્મસિધ્ધ અધિકારનો મતલબ એવો છે કે આ અધિકાર ઉપર એવી શરત લાગુ પાડવામાં આવી રહી છે કે મિલ્કતમાં હક્ક માટે પિતાના જીવતા રહેવુ જરૂરી છે. આ બિલકુલ યોગ્ય નથી. દિકરીઓનો જન્મજાત અધિકાર છે વારસાગત આધાર પર ઔચિત્ય રહેતુ નથી.

દિકરી આખી જીદગી દિકરી જ રહે છે દિકરા લગ્ન સુધી જ દિકરા રહે છે સુપ્રિમ કોર્ટે આ કેસમાં કાઈ નથી કહ્યું પરંતુ સુપ્રિમકોર્ટે 1996માં આપેલા એક ચુકાદામાં જે કહ્યું હતું તેને ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાએ પુનરોચ્ચાર કરતા કહ્યું કે, દિકરીઓ આખી જીંદગી દિકરી જ રહે છે. જ્યારે દિકરાઓ લગ્ન સુધી જ દિકરાઓ રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">