Ukraine and Russia War: ઓપરેશન ગંગા અંતર્ગત કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પહોંચ્યા બુડાપેસ્ટ, જનરલ વીકે સિંહે પોલેન્ડથી 437 મુસાફરોને દિલ્હી રવાના કર્યા

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ બુડાપેસ્ટથી દિલ્હીની ભારતીય નાગરિકોની ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. તે જ સમયે, જનરલ વીકે સિંહે પણ પોલેન્ડથી 437 મુસાફરોને દિલ્હી મોકલ્યા છે.

Ukraine and Russia War: ઓપરેશન ગંગા અંતર્ગત કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પહોંચ્યા બુડાપેસ્ટ, જનરલ વીકે સિંહે પોલેન્ડથી 437 મુસાફરોને દિલ્હી રવાના કર્યા
Union Minister General VK Singh with Indian citizens in Poland
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 7:22 AM

Ukraine and Russia War: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો(Indian Citizen)ને લાવવા માટે ઓપરેશન ગંગા(Operation Ganga) ચલાવવામાં આવી રહ્યું છે. લગભગ 13000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર તેના નાગરિકોની વાપસી માટે સતત પ્રયાસો કરી રહી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકારે ચાર મંત્રીઓની ટીમ બનાવી છે.જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia)ને રોમાનિયા, જનરલ વીકે સિંહ(General VK Singh)ને પોલેન્ડ, હરદીપ પુરી(Hardeep Puri)ને હંગેરી અને કિરણ રિજિજુ(Kiran Rijiju)ને સ્લોવાકિયાથી ભારતીય નાગરિકોને પરત લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી હંગેરીના બુડાપેસ્ટ પહોંચ્યા, જ્યાં તેઓ તેમના દેશના નાગરિકોને મળ્યા. એક ભારતીય વિદ્યાર્થીએ માહિતી આપી છે કે ઓપરેશન ગંગાની આઠમી ફ્લાઈટ પણ બુડાપેસ્ટથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે. યુક્રેનમાંથી તેને બહાર કાઢવા બદલ વિદ્યાર્થીએ ભારતીય દૂતાવાસ અને સરકારનો આભાર માન્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ સાથે જ કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ પોલેન્ડ પહોંચી ગયા છે. ત્યાં તેઓ વોર્સોમાં ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં રહેતા 80 ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા. કેન્દ્રીય મંત્રી દ્વારા પોલેન્ડથી બે વિશેષ વિમાનમાં ભારતીય નાગરિકોને રવાના કરવામાં આવ્યા હતા. એક પ્લેન 218 અને બીજા પ્લેનમાં 219 ભારતીય નાગરિકોને પોલેન્ડના રેઝેજો એરપોર્ટથી દિલ્હી લઈ ગયા હતા. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સ્લોવાકિયા જવા રવાના થયા છે.

રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી ત્રણ ફ્લાઈટ મંગળવારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયને લઈને ભારત પહોંચી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બે શહેરોમાંથી રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં ફસાયેલા વધુ 616 ભારતીય નાગરિકોને ત્રણ ફ્લાઈટ દ્વારા લાવવામાં આવ્યા છે. મંગળવારે ઈન્ડિગોએ બે ફ્લાઈટ ઓપરેટ કરી હતી જ્યારે ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસે એક ફ્લાઈટ ઓપરેટ કરી હતી.ભારતે 26 ફેબ્રુઆરીના રોજ યુક્રેનના પશ્ચિમી પડોશીઓ જેમ કે રોમાનિયા અને હંગેરી દ્વારા તેના નાગરિકોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું.

ભારત સરકાર તેના નાગરિકોની વાપસી માટે અન્ય દેશો સાથે સતત વાતચીત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફ્રાંસ, પોલેન્ડના રાષ્ટ્રપતિ અને યુરોપિયન યુનિયનના પ્રમુખ સાથે પણ વાત કરી હતી. વિદેશ સચિવે કહ્યું કે જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી હતી, તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે.

બાકીના 40 ટકા વિદ્યાર્થીઓમાંથી, લગભગ અડધા સંઘર્ષ ઝોનમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવા તેના માર્ગ પર છે. તેમને પણ ટૂંક સમયમાં પરત લાવવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">