Ujjwala Yojana 2.0: ઉજ્જવલા યોજના માટે હવે એડ્રેસ પ્રુફની જરૂર નહી, પરપ્રાંતિય શ્રમિકોને મોટો લાભ

સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું કે. એક કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ તેમણે જાહેરાત કરી કે હવે પરપ્રાંતિઓને મુશ્કેલી ન પડે તે માટે હવે ગેસ કનેક્શન માટે એડ્રેસ પ્રૂફની જરૂર રહેશે નહીં.

Ujjwala Yojana 2.0: ઉજ્જવલા યોજના માટે હવે એડ્રેસ પ્રુફની જરૂર નહી, પરપ્રાંતિય શ્રમિકોને મોટો લાભ
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 3:17 PM

Ujjwala Yojana 2.0: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના (Uttar Pradesh)મહોબાથી ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  જણાવ્યુ હતુ કે, ગરીબોના ઘરનો ચૂલો હંમેશા સળગતો રહેવો જોઈએ.

વડાપ્રધાને ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં 1 હજાર મહિલાઓને નવા LPG કેન્ક્શન(Connection)  આપીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ વખતેઆ યોજનામાં (Scheme) સરકાર ફ્રી LPG કનેક્શનની સાથે ભરેલો સિલિન્ડર પણ ફ્રીમાં આપશે.

એડ્રેસ પ્રૂફ વગર મળશે ગેસ કનેક્શન

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

PM નરેન્દ્ર મોદીએ યોજનાને લોન્ચ કરતા જણાવ્યું હતુ કે, હવે ઉજ્જવલા 2.0નો લાભ લેવા માટે રેશન કાર્ડ (Ration Card) અને એડ્રેસ પ્રૂફ (Adress Proof) જમા કરવાની જરૂર નથી.ઉપરાંત જરૂરિયાતવાળા પરિવાર હવે જાતે કરેલી ટ્રૂ કોપી અરજી (True Copy) આપીને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.જેને કારણે રોજગારી માટે એક સ્થળેથી બીજા સ્થળે જતા પરપ્રાંતિઓને મોટો ફાયદો થશે.

જાણો ક્યા રાજ્યમાં કેટલા ગેસ કનેક્શન

3 કરોડ ગરીબ પરિવારોને વીજ કનેક્શન મળ્યું

આ કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું કે, વડાપ્રધાન આવાસ યોજનામાં 2 કરોડથી વધારે ગરીબોને પાકા ઘર મળ્યા છે. આ ઘરોમાં મોટા ભાગે મહિલાઓને માલિકી હક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત સૌભાગ્ય યોજના (Saubhagya Yojna) દ્વારા અંદાજે 3 કરોડ ગરીબ પરિવારોને વીજ કનેક્શન પણ આપવામાં આવ્યું છે.ઉપરાંત તેમણે જણાવ્યું કે, હવે દેશવાસીઓની પાયાની જરૂરિયાત પુર્ણ થતી જોવા મળી રહી છે.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે પણ જાણી લો

* આસામ અને મેઘાલયને છોડીને તમામ રાજ્યો માટે ઈકેવાયસી હોવું જરૂરી છે.

*ઓળખ અને સરનામાના પુરાવા માટે આધારકાર્ડ.

*લાભાર્થી અને પરિવારના પુખ્ત સભ્યોના આધારકાર્ડ

*બેંક એકાઉન્ટ નંબર અને IFSC

*પાસપોર્ટ સાઈઝ ફોટો

*આધારકાર્ડની જગ્યાએ વોટરકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, બેંક સ્ટેટમેન્ટ, રાશનકાર્ડનો ઉપયોગ કરી શકો છો

આ પણ વાંચો: Mumbai Local Train Pass: મહિનાના રેલવે પાસ માટે ટિકીટ બારી પર લાગી ભારે ભીડ, BMC કર્મચારીઓ માટે બારકોડ સ્કેન બન્યુ માથાનો દુ:ખાવો

આ પણ વાંચો: Kerala : કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર, હાઈકોર્ટે બાર અને બેવરેજની દુકાનોમાં નવી માર્ગદર્શિકા લાગુ કરવા કર્યા આદેશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">