મોદી સરકારે આપી 10 ટકા સવર્ણ અનામત, પણ સરકારની જ આ 8 શૈક્ષણિક સંસ્થાઓમાં નહીં લાગુ થાય અનામત, ગુજરાતની પણ એક સંસ્થા સામેલ

મોદી સરકારના 10 ટકા આર્થિક અનામત આપ્યા બાદ યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (UGC) દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.  આ પરિપત્ર દ્વારા UGCએ જણાવી દીધું છે કે આર્થિક આધારે અનામતનો કાયદો ભલે લાગુ પડી ગયો હોય, પણ તે UGC દ્વારા નક્કી કરાયેલી 8 શૈક્ષણિક સંસ્થામાં લાગુ કરવામાં આવશે નહીં. Web Stories View more Axis Bank […]

મોદી સરકારે આપી 10 ટકા સવર્ણ અનામત, પણ સરકારની જ આ 8 શૈક્ષણિક સંસ્થાઓમાં નહીં લાગુ થાય અનામત, ગુજરાતની પણ એક સંસ્થા સામેલ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 21, 2019 | 2:15 PM

મોદી સરકારના 10 ટકા આર્થિક અનામત આપ્યા બાદ યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (UGC) દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

આ પરિપત્ર દ્વારા UGCએ જણાવી દીધું છે કે આર્થિક આધારે અનામતનો કાયદો ભલે લાગુ પડી ગયો હોય, પણ તે UGC દ્વારા નક્કી કરાયેલી 8 શૈક્ષણિક સંસ્થામાં લાગુ કરવામાં આવશે નહીં.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આમ UGCના પરિપત્રમાં નક્કી કરેલી આઠ દેશની મોટી શૈક્ષણિક સંસ્થામાં સવર્ણ અનામતમાં આવતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ચોક્કસ બેઠકો આપવામાં આવશે નહીં. આની પાછળનું કારણ એ દર્શાવાયું છે કે આ સંસ્થાઓમાં સીટો જ એટલી નથી કે અનામત આપી શકાય.

આ પણ વાંચો : મોદી સરકારના 10 ટકા સવર્ણ અનામતના કાયદાને મળ્યો પહેલો ન્યાયિક પડકાર, જાણો કઈ કોર્ટે પાઠવી નોટિસ ?

આ પરિપત્રમાં UGCએ ગુજરાતમાં આવેલી ગાંધીનગરની ઇંસ્ટીટ્યૂટ ફૉર પ્લાઝ્મા રિચર્સ (આઈપીઆર)નો પણ સમાવેશ થાય છે. દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા જ્યાં પરમાણુ વિષેનો અભ્યાસ થાય છે તે હોમી ભાભા નેશનલ ઇંસ્ટીટ્યૂટ, મુંબઈને પણ આ પરિપત્રમાં આવરી લેવામાં આવી છે કે જેમાં 10 ટકા અનામત લાગુ નહીં થાય.

જોકે UGC જણાવ્યું કે દેશની 40 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, આઠ ડીમ્ડ યુનિવર્સિટીઓ, દિલ્હીની 54 કૉલેજો, બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય (બીએચયૂ)ની 4 કોલેજો અને અલ્હાબાદ યુનિવર્સિટી સાથે સંકળાયેલી 11 કૉલેજોમાં આ 10 ટકા આર્થિક અનામતનો અમલ કરવામાં આવશે.

આ સંસ્થાઓમાં નહીં લાગુ પડે 10 ટકા આર્થિક અનામત

હોમી ભાભા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મુંબઈ જેની સાથે સંકળાયેલ ભાભા એટોમિક રિચર્સ સેંટર, ઈંદિરા ગાંધી સેંટર ફોર અટોમિક રિચર્સ, રાજા રમણ સેંટસ ફોર એડવાન્સ ટેક્નોલોજી ઈંદોર, ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિચર્સ ગાંધીનગર, વેરિએબલ એનર્જી સાઈક્લોટ્રોન સેંટર કોલકાતા, સાહા ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યૂક્લિયર ફિઝિક્સ કોલકાતા, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ ભુવનેશ્વર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ મૅથેમેટિકલ સાયન્સ ચેન્નઈ, હરિચંદ્ર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અલ્બાહાદ, ટાટા મેમોરિયલ સેંટર મુંબઈ, ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિચર્સ, મુંબઈ અને નોર્થ ઈસ્ટર્ન ઈંદિરા ગાંધી રિઝનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ, શિલૉંગ.

[yop_poll id=725]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">