રાજસ્થાનના 3 જિલ્લામાં વધુ 24 કલાક ઈન્ટરનેટ બંધ, કાયદો- વ્યવસ્થા જાળવી રાખવા વધારવામાં આવ્યો પ્રતિબંધ

Udaipur Murder Case : ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાનની ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે તે પ્રતિબંધ વધુ 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હોય.

રાજસ્થાનના 3 જિલ્લામાં વધુ 24 કલાક ઈન્ટરનેટ બંધ, કાયદો- વ્યવસ્થા જાળવી રાખવા વધારવામાં આવ્યો પ્રતિબંધ
Udaipur Murder Case
Image Credit source: ફાઇલ ફોટો
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 01, 2022 | 11:32 PM

કન્હૈયાલાલ હત્યા કેસને કારણે રાજસ્થાન (Rajasthan)સહિત દેશના અનેક રાજ્યોમાં તણાવનો માહોલ છે. તે વચ્ચે ઉદયપુરમાં (Udaipur Murder Case) કન્હૈયાલાલની હત્યા બાદ બંધ કરવામાં આવેલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ યથાવત રહેશે. રાજસ્થાનના 3 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે. જયપુર, અલવર અને દૌસા જિલ્લામાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને 1 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યાથી 2 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આ માહિતી જયપુર ડિવિઝનલ કમિશનરે દ્વારા આપવામાં આવી છે.

ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાનની ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે તે પ્રતિબંધ વધુ 24 કલાક માટે લંબાવવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ગેહલોત સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હોય. કરૌલી અને જોધપુર રમખાણો વખતે પણ આવું જ કંઈક થયું હતું. પેપર લીક મામલે સરકારે ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું. હવે ફરી એકવાર રાજ્યમાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

શાંતિ જાળવી રાખવા ઈન્ટરનેટ બંધ

પ્રશાસને માહોલ ન બગડે તે માટે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આપને જણાવી દઈએ કે ઉદયપુરમાં એક દરજીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમના પુત્રએ નુપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ મૂક્યું હતું, ત્યારબાદ બે લોકો કપડાનું માપ આપવા માટે તેમની દુકાનમાં ઘૂસી ગયા અને અનેક મારામારી બાદ દરજી કન્હૈયાલાલની હત્યા કરી દીધી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.

અન્ય બે આરોપીઓ કોર્ટમાં થશે હાજર

ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસમાં વધુ 2 આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. રિયાઝ અને ગૌસ મોહમ્મદ પહેલાથી જ પોલીસ કસ્ટડીમાં છે. વધુ 2 આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. રાજસ્થાન ATS અને SOG દ્વારા નિવેદન આપવામાં આવ્યુ છે કે ધરપકડ કરાયેલા અન્ય 2 આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસની તપાસ હાલ પ્રાથમિક તબક્કે છે. ઉદયપુરની ઘટનામાં આતંકવાદી સંગઠનની સંડોવણીની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જયપુર, દૌસા અને અલવર જિલ્લામાં 2 જુલાઈએ સાંજે 5.30 વાગ્યા સુધી ઈન્ટરનેટ પ્રતિબંધ ચાલુ રહેશે. કન્હૈયાલાલના પરિવાર સહિત અને સંગઠનોએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati