હવે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા કરાયું, કેન્દ્ર સરકારે માની ભલામણ

કેન્દ્ર સરકારે કોરોનાની વેક્સિન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો તફાવત 12 થી 16 અઠવાડિયા સુધી કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સરકારી જૂથ NTAGIની ભલામણ સ્વીકારી છે. જો કે અત્યાર સુધી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 6 થી 8 અઠવાડિયાનો હતો.

હવે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા કરાયું, કેન્દ્ર સરકારે માની ભલામણ
કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા કરાયું
Follow Us:
| Updated on: May 13, 2021 | 9:08 PM

ભારત દેશમાં હાલ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં સરકારે તમામ ઉંમરના લોકો માટે હવે કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દીધી છે. જેના પગલે વેક્સિનની અછત જોવા મળી રહી છે. જો કે આ બધા વચ્ચે હવે કેન્દ્ર સરકારે કોરોનાની વેક્સિન Covishield ના બે ડોઝ વચ્ચેનો તફાવત 12 થી 16 અઠવાડિયા સુધી કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સરકારી જૂથ NTAGIની ભલામણ સ્વીકારી છે. જો કે અત્યાર સુધી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 6 થી 8 અઠવાડિયાનો હતો.

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૧૨ થી ૧૬ અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે.

હાલની સ્થિતિને આધારે કોવિડ -19 કાર્યકારી જૂથે Covishield  રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા સુધી વધારવાનું સૂચન કર્યું હતું. હાલ ભારતમાં હાલમાં રસીકરણ અભિયાન કોવેક્સિન અને કોવિશિલ્ડ નામની બે રસીઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, સરકારે રશિયન રસી સ્પુટનિક-વી રસીના કટોકટી ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, રશિયન રસી આગામી સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ થશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કોવેક્સિન યથાવત

આ પહેલા પણ કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનો તફાવત 4 થી 6 અઠવાડિયાથી વધારીને 6 થી 8 અઠવાડિયા કરવામાં આવ્યો હતો. જ્યારે ભારત બાયોટેકે કોવેક્સિનના ડોઝના અંતરાલમાં કોઈ ફેરફારની ભલામણ કરી નથી તે પહેલાની જેમ જ છે, પ્રથમ ડોઝના 4 થી 6 અઠવાડિયા પછી બીજી ડોઝ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના સતત ફેલાવા વચ્ચે આરોગ્ય મંત્રાલયે મોટી માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા મુજબ દેશના 18 રાજ્યોમાં કોરોના ચેપનો દર હજુ પણ 20 ટકાથી વધુ છે. તેમણે કહ્યું કે દેશમાં એવા 12 રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે. 8 રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યા 50,000 થી એક લાખની વચ્ચે રહે છે. એવા 16 રાજ્યો છે જ્યાં 50,000 થી ઓછા સક્રિય કેસ છે.

17 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી 

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવને વેગ મળ્યો છે અને આ સમયગાળા દરમિયાન 17 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">