
રાજસ્થાનમાં શુક્રવારે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. મોડી રાત્રે કોટા જંકશન પાસે પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે રેલવે ટ્રેક પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી અને ઘણી ટ્રેનોને અન્ય ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, જોધપુર-ભોપાલ એક્સપ્રેસ ટ્રેન જોધપુરથી ભોપાલ જઈ રહી હતી, જ્યારે આ ટ્રેન શુક્રવારે મોડી રાત્રે કોટા જંકશન પર પહોંચી, તે જ સમયે અકસ્માત થયો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
#Rajasthan: Two coaches of the Jodhpur-Bhopal passenger train derailed near Kota Junction. No casualties have been reported. Repair work is underway.#TV9News pic.twitter.com/GP6byOMmLg
— Tv9 Gujarati (@tv9gujarati) January 6, 2024
આ ટ્રેન શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે જોધપુરથી નીકળીને ભોપાલ જઈ રહી હતી. જ્યારે તે કોટા પહોંચ્યો ત્યારે આ અકસ્માત થયો. ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, ત્યારબાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટના બાદ રેલવેની ટીમે મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી.
આ ઘટના બાદ ટ્રેક પરનો ટ્રેન વ્યવહાર થંભી ગયો હતો અને ટ્રેનોને અન્ય રેલવે ટ્રેક પર વાળવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, હવે રેલ્વે ટ્રેક પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે અને ટ્રેનને રવાના કરવામાં આવી છે, ત્યારબાદ ટ્રેન લગભગ ત્રણ કલાક મોડી ચાલી રહી છે.