અગ્રણી બ્રોડકાસ્ટર ટીવી 9 નેટવર્ક ભારતના સૌથી મોટા પ્રસારણ નેટવર્ક ન્યૂઝ બ્રૉડકાસ્ટર્સ ફેડરેશન (NBF) માં સામેલ થઇ ગયુ છે. એનબીએફ ભારતમાં સૌથી વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ બ્રૉડકાસ્ટ બૉડી છે. NBF ભારતની એકમાત્ર ન્યૂઝ બ્રૉડકાસ્ટ બૉડી છે, જેમાં નેશનલ અને રીજનલ મીડિયા સંસ્થાઓ સભ્ય છે. એનબીએફ પહેલુ એવુ બ્રૉડકાસ્ટર છે જે ક્ષેત્રીય, સ્થાનીય અને રાષ્ટ્રીય મીડિયાના વિઝન, ચિંતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જે ભારતમાં મીડિયાના બદલાતા ચહેરાની રચના કરે છે.
આ અંગે Tv9 નેટવર્કના CEO અને હવેના NBF ના વાઇસ પ્રેસિડેન્ટ બરુન દાસ કહે છે કે, NBF નો ભાગ બનીને અમે ખુશ છીએ. હું અર્નબ અને અન્ય સભ્યોની લોકતાંત્રિક રીતથી કામ કરવાની રીતથી ખુશ છું. ટીવી ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં રિજનલ ચેનલને રેવેન્યુ અને દર્શકોનો મોટો ભાગ મળેલો છે. તે ઉચિત છે કે ઉદ્યોગને યોગ્ય દિશામાં માર્ગદર્શન માટે તેમને પોતાનો અવાજ મળે અને NBF તે સંતુલન લાવે છે. જેમકે રિજનલ બ્રૉડકાસ્ટરને અહીં સારુ પ્રતિનિધિત્વ મળે છે.
NBF ના પ્રેસિડેન્ટ અર્નબ ગોસ્વામી કહે છે કે, મને TV9 નેટવર્કનુ NBF માં સ્વાગત કરતા ખુશી થાય છે. મને તે કહેતા ગર્વ થાય છે કે NBF એક માત્ર એવી બૉડી છે જે નેશનલ અને રિજનલ પ્લેયર્સનુ પ્રતિનિધિત્વ કરે છે. જે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે અને બ્રોડકાસ્ટ ન્યૂઝ સાથે જોડાયેલી ચિંતાઓને ઉઠાવાવા માટે એકત્ર થઇને એક પ્રણાલી (સિસ્ટમ) બનાવે છે.
NBF લોકતાંત્રિક રુપથી સંચાલિત ન્યૂઝ મીડિયા બૉડી છે અને આ જ અમને અન્યોથી અલગ બનાવે છે. મને તે કહેતા ગર્વ થાય છે કે NBF બ્રોડકાસ્ટ ન્યૂઝ માટે સૌથી મોટી બોડી છે અને જે નવા ભારત અને ભવિષ્ય માટે છે.
NBF એ સૂચના પ્રસારણ મંત્રી સાથે કરી મુલાકાત
આ ઉપરાંત ભારતમાં બ્રોડકાસ્ટની સૌથી મોટી સંસ્થા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશન (NBF)ના ગવર્નિંગ બોર્ડ મેમ્બર અને સીનિયર મેમ્બરે મંગળવારે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી. આ બેઠકમાં ન્યૂઝ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલા મુદ્દાઓ પર વાતચીત થઇ.
ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં તાજેતરમાં થયેલ વિકાસ અને નવા ચલનના વિષયમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. તાજેતરના સમયમાં બ્રોડકાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી સામે પેદા થયેલા પડકારો વિશે એનબીએફે કેન્દ્રીય મંત્રીને અવગત કરાવ્યા.
આ ઉપરાંત ભારતમાં બ્રોડકાસ્ટની સૌથી મોટી સંસ્થા ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ ફેડરેશન (NBF)ના ગવર્નિંગ બોર્ડ મેમ્બર અને સીનિયર મેમ્બરે મંગળવારે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી.
બેઠક દરમિયાન NBFએ વ્યૂઅરશિપ રેટિંગ્સને ફરીથી શરુ કરવાની જરુરિયાત પર જોર આપ્યુ. આ રેટિંગ છેલ્લા ઘણા મહિનાઓથી રોકાયેલુ છે. જેનાથી ન્યૂઝ ચેનલના સતત વિકાસ પર ઉંડી અસર પડી છે.બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે રેટિંગને ફરી શરુ કરવાની સાથે ‘નવા સમાચાર’ ને યોગ્ય પ્લેટફોર્મ મળશે. જેથી પ્રેક્ષકો લાભ મેળવી શકે.
બેઠક અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે NBF સાથેની ચર્ચા સકારાત્મક હતી અને તેમાં ભાગ લેવો આનંદની વાત છે. એનબીએફ ગવર્નિંગ બોર્ડના ચેરમેન અર્ણબ ગોસ્વામીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ પ્રતિનિધિઓ થયા સામેલ
એનબીએફના પ્રતિનિધિમંડળમાં રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર-ઇન-ચીફ અર્ણબ ગોસ્વામી, ટીવી9 નેટવર્કના ગ્રુપ સીઇઓ બરુન દાસ, ટીવી9 ભારતવર્ષના ન્યૂઝ ડાયરેક્ટર હેમંત શર્મા, પ્રાગ ન્યૂઝના સંસ્થાપક/મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ નારાયણ, પ્રાઇડ ઇસ્ટ એન્ટરટેનમેન્ટના ચેરપર્સન / મેનેજિંગ ડાયરેક્ટર રિનિકી ભુઇયા આઈટીવી નેટવર્કના સંસ્થાપક /પ્રમોટર કાર્તિકેય શર્મા, ફોર્થ ડાઇમેંસનના સીઇઓ શંકર બાલા, ન્યૂઝ નેશનના એડિટર-ઇન ચીફ મનોજ ગૈરોલા, એમએચવન ચેરપર્સન મહેન્દ્ર ભટલા, ન્યૂઝ ફર્સ્ટ કન્નડના બિઝનેસ હેડ દિવાકર એસ, એનબીએફના મહાસચિવ આર. જયકૃષ્ણા ઉપસ્થિત રહ્યા
NBFમાં સામેલ છે આ ચેનલ્સ
આપને જણાવી દઇએ કે NBFમાં અત્યારે TV9 ગુજરાતી, Tv9 કન્નડા, Tv9 મરાઠી , Tv9 તેલુગુ 24 ન્યૂઝ, CVR ઇંગ્લિશ, CVRહેલ્થ, CVR ન્યૂઝ, DAન્યૂઝ પ્લસ,ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ઇન્ડિયા ન્યૂઝ હરિયાણા, ઇન્ડિયા ન્યૂઝ હિન્દી, ઇન્ડિયા ન્યૂઝ પંજાબી, ઇન્ડિયા ન્યૂઝ રાજસ્થાન, ઇન્ડિયા ન્યૂઝ યૂપી વગેરે ન્યૂઝ ચેનલ છે.
આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : દીકરીઓને મળ્યો વધુ એક અધિકાર, હવે આપી શકશે NDA ની પરીક્ષા