કમલેશ તિવારી હત્યા કેસમાં ધરપકડ કરેલા 3 આરોપીઓની Exclusive તસવીરો આવી સામે, જુઓ VIDEO

કમલેશ તિવારી હત્યા કેસમાં ધરપકડ કરેલા 3 આરોપીઓની Exclusive તસવીરો આવી સામે, જુઓ VIDEO

 કમલેશ તિવારી હત્યા કેસના 3 આરોપીઓને સુરતથી દબોચી લેવાયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી ATSએ ફૈઝાન, રશીદ અને મોહસીન નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર છે, જેને પકડી પાડવા તપાસ તેજ કરાઈ છે. ત્યારે ATSની તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે કમલેશ તિવારીની હત્યાનું કવાતરું સુરતમાં જ ઘડાયું […]

Kunjan Shukal

|

Oct 19, 2019 | 7:53 AM

કમલેશ તિવારી હત્યા કેસના 3 આરોપીઓને સુરતથી દબોચી લેવાયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી ATSએ ફૈઝાન, રશીદ અને મોહસીન નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર છે, જેને પકડી પાડવા તપાસ તેજ કરાઈ છે. ત્યારે ATSની તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે કમલેશ તિવારીની હત્યાનું કવાતરું સુરતમાં જ ઘડાયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હિન્દુત્વ વાદી નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર 2015માં મહમદ પયગંબર પર કરેલી ટિપ્પણી બાદ સુરતમાં તેની હત્યાનો પ્લાન ઘડાયો હતો. મહત્વનું છે કે કમલેશ તિવારીની જ્યાં હત્યા કરવામાં આવી હતી, ત્યાંથી એક મીઠાઈનું બોક્સ મળી આવ્યું હતું. હત્યારાઓ આ મીઠાઈમાં હથિયાર છુપાવીની લાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ મીઠાઈ બોક્સ પરથી પોલીસને હત્યાના ગુનામાં મહત્વની કડી મળી હતી. મીઠાઈના બોક્સ પર સુરતની ધરતી સ્વીટ્સ નામની દુકાનનું સરનામુ મળ્યું હતું. પોલીસે જપ્ત કરેલા દુકાનના CCTVમાં શંકાસ્પદ આરોપીઓ મીઠાઈની ખરીદી કરતા નજરે પડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati