TV9 Exclusive: હું સનાતન ધર્મ, આર્યુવૈદ અને યોગનો પ્રચાર કરું છું તે કેટલાક લોકોને ખટકે છે : બાબા રામદેવ

TV9 Exclusive: TV9 સાથેના એક ઇન્ટરવ્યુમાં યોગગુરુ બાબા રામદેવે યોગ, આયુર્વેદ અને નેચરોપેથીને સમર્થન આપતાં કહ્યું કે આયુર્વેદ અને યોગ થકી મેં ઘણા ગંભીર રોગોનો ઇલાજ કરીને લાખો લોકોના જીવ બચાવ્યા છે.

| Updated on: May 31, 2021 | 4:44 PM

TV9 Exclusive: TV9 સાથેના એક ઇન્ટરવ્યુમાં યોગગુરુ બાબા રામદેવે યોગ, આયુર્વેદ અને નેચરોપેથીને સમર્થન આપતાં કહ્યું કે આયુર્વેદ અને યોગ થકી મેં ઘણા ગંભીર રોગોનો ઇલાજ કરીને લાખો લોકોના જીવ બચાવ્યા છે. આયુર્વેદ પર સવાલ ઉઠાવનારાઓ પર બાબા રામદેવે કહ્યું કે જે લોકો સવાલો ઉભા કરે છે તેઓ તેમની ઇર્ષા કરે છે. તેમને ડર છે કે એક સામાન્ય માણસનો દીકરો ઘણી મોટી કંપનીઓની દુકાનો બંધ ન કરી દે.

તેમણે આરોપ લગાવ્યો કે આ બધાની પાછળ મોટી મલ્ટિનેશનલ કંપનીઓનો ટેકો છે. પરંતુ તેમની પાસે માત્ર ધર્મ અને સત્યની શક્તિ છે. યોગ ગુરુએ કહ્યું કે તેમણે અત્યાર સુધીમાં 10 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમનું દાન કર્યું છે. તેમણે સમગ્ર વિશ્વમાં યોગ, સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે યોગ, આયુર્વેદ અને નેચરોપેથીની બાબતમાં દેશમાં તેમનાથી મોટો કોઈ નથી. પરંતુ એલોપથીના ડોકટરો આ બધી બાબતને સુડો સાયન્સ કહે છે. રામદેવે કહ્યું કે તે યોગ અને આયુર્વેદ પર સવાલ ઉભા કરનારા ડોકટરોની વિરુદ્ધ છે, એલોપથીની વિરુદ્ધ નથી. તેમણે કહ્યું કે તેમને સારા એલોપથી ડૉક્ટર પ્રત્યે સંપૂર્ણ માન છે.પરંતુ તેમ છતાં આયુર્વેદનું અપમાન કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે એઇમ્સના ડિરેક્ટકર ગુલેરિયાના નિવેદનને દોહરાવ્યુ હતું. ગુલેરિયાએ કહ્યું હતુંં કે કોરોનાના 90 ટકા કેસમાં હોસ્પિટલમાં સારવારની જરૂર નથી તો શા માટે આપણે આટલી ભાગદોડ કરી રહ્યાં છે. આ સાથે તેમણે IMAને ગંભીરતાથી લેવાની જરૂર નથી, કારણ કે, આ સંસ્થા અંગ્રેજોના જમાનાની એક NGO  છે.

બાબા રામદેવે કહ્યું કે આઇએમએ એલોપથીના ઠેકેદાર નથી. આ અંગ્રેજોના સમય દરમિયાન બનેલી એક એનજીઓ છે, તેથી તેને ગંભીરતાથી લેવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે એ ક્યારેય ભૂલવું ન જોઈએ કે મહર્ષિ સુશ્રુત પણ હતા કે જેમણે એલોપથી જેવી સર્જરી કરી હતી.

તેમણે ફિલ્મસ્ટાર આમીરખાન દ્વારા લેવાયેલા એક ઇન્ટરવ્યુંનો ઉલ્લેખ કરી જણાવ્યું કે જયારે ખુદ આમીરખાને મલ્ટીનેશનલ કંપનીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે કોઇએ આમીરખાનનો વિરોધ કર્યો નથી. જયારે બાબા રામદેવે નિખાલસપણે એક વાત કરી તો તેનો વિવાદ કેમ થયો તેવો સવાલ પણ ઉઠાવ્યો ?

અહીં નોંધનીય છેકે આમીરખાને એક ઇન્ટરવ્યુમાં કોરોનાની એલોપેથી સારવારમાં થતી રૂપિયાની ઉઘાડી લૂંટ પર સવાલો ઉઠાવ્યા હતા. અને, કોરોનાની સારવાર માટે હોસ્પિટલ ખર્ચ, ઓપરેશન અને ટેસ્ટીંગ જેવી પ્રક્રિયામાં લેવાતા 50-50 ટકા કમિશન પર સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે એમ પણ કહ્યું કે હું એલોપેથીનો વિરોધી નથી, પરંતુ, એલોપેથીવાળા આર્યુવૈદનું અપમાન કરે છે તે હું ચલાવી નહીં શકું. મેં મારા આત્મસન્માનના બચાવ માટે આ નિવેદનો આપ્યા છે. જે બદલ હું માફી માંગી છું. અને, હું મારા નિવેદનોને પાછા ખેંચું છું.

સાથે જ બાબા રામદેવે કહ્યું કે એલોપેથીમાં 2 રૂપિયાની દવા 20 હજાર રૂપિયા સુધી વેચાય છે. દેશમાં દવાઓના વેપારના નામે ડ્રગ્સ માફિયાઓ લખલૂંટ કમાણી કરે છે. જેની સાથે હું એલોપેથીના તબીબોને નથી સાંકળતો. પરંતુ, દેશમાં દવાના નામે જે વેપાર થઇ રહ્યો છે તેનો બાબા રામદેવે ઉલ્લેખ કર્યો હતો.

આ સાથે તેમણે વેક્સિનના વિરોધ બાબતે પોતે આપેલા નિવેદનને ફેરવી તોળ્યું હતું. અને, વેક્સિનેશન જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે મેં એમ નથી કહ્યું કે રસી લેવી ન જોઇએ. મારા શરીરમાં સ્ટેમિના છે તો હું અત્યારે રસી લેવા નથી માંગતો, પહેલા જેને ખરેખર રસીની જરૂર છે તેને આપો. મારે હાલના સંજોગોમાં રસી લેવાની જરૂર નથી એટલે હું છેલ્લે રસી લઇશ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">